રાજકોટના જૂના બસ સ્ટેન્ડ સામે બીભત્સ ચેનચાળા કરતા બે ઝડપાયા

જસદણનો યુવક અને મવડીની યુવતી અશ્ર્લીલ હરકતો કરતા હોવાનો કોલ આવતા પોલીસે કરેલી કામગીરી
રાજકોટ તા.17
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર કાબુ મેળવવા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે શહેરના ઢેબર રોડ પર જુના બસ સ્ટેન્ડ સામે જાહેરમાં એક યુવક અને યુવતી બીભત્સ ચેઈનચાળા કરતા હોય આ અંગે કંટ્રોલમાં કોલ આવતા એ ડીવીજન પોલીસે દોડી જઈ બંનેની અટકાયત કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે
રાજકોટના ઢેબર રોડ પર જુના બસ સ્ટેન્ડ સામે આવેલ રાજ ગેસ્ટ હાઉસની બાજુમાં જાહેરમાં પસાર થતા લોકોને પણ શરમ આવે તે પ્રકારે એક યુવક અને એક યુવતી બીભત્સ ચેઈનચાળા કરતા હોય અને નીકળતા લોકો સામે અશ્લીલ ઈશારાઓ કરતા હોય આ અંગે કોઈ જાગૃત નાગરિક દ્વારા કંટ્રોલમાં જાણ કરતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે એમ ભટ્ટ સહિતનો કાફલો દોડી ગયો હતો અને જસદણના બોઘરાવદર ગામના ધર્મેશ તેજાભાઈ રામાણી નામના પટેલ યુવાનની અને મૂળ પોરબંદરના રાણાવાવની અને હાલ મવડીના પટેલનગરમાં રહેતી કુંભાર યુવતીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે