આદિત્યાણાના ડબલ મર્ડરમાં ચૂંટણીના વેરઝેર કારણભૂત

વિપક્ષી નેતા સહિત સાત શખ્સોએ ઢીમ ઢાળી દીધુ ભાજપના જ સુધરાઈ સદસ્ય એવા વિપક્ષી નેતા સહિત પાંચની ધરપકડ
બે શખ્સોની શોધખોળ: આદિત્ય ગામમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગમગીની
પોરબંદર, તા. 16
પોલીસને 1ર કલાકમાં જ સાતમાંથી પાંચ આરોપીઓ ઝડપી લેવામાં સફળતા: ડબલ મર્ડરમાં સુધરાઇના વિપક્ષી નેતા (ભાજપ) સહિત સાત સામે ખુન, હત્યાની કોશીષ અને રાયોટીંગના ગુન્હા નોંધાયા: ચુંટણી અને જુના વેરઝેરમાં નાના એવા ગામમાં ડબલ મર્ડરથી ભારે સનસનાટી સાથે શાંતિમાં પલીતો ચંપાયાની હવા પોરબંદર નજીકના આદિત્યાણામાં ગત રાત્રે 1ર વાગ્યે ભાજપના સુધરાઇસભ્ય સહિત બેની કરપીણ હત્યા તેમજ એક યુવાનની હત્યાનો પ્રયાસ તેમજ મરણજનારના પત્ની અને દીકરી ઉપર હુમલાની ઘટના બનતા નાના એવા આદિત્યાણા ગામમાં ભારે સનસનાટી મચી ગઇ હતી.
રાણાવાવ-આદિત્યાણા સંયુકત નગરપાલિકાના ભાજપના સુધરાઇસભ્ય હાજા વિરમ ખુંટી ઉ.વ. 40 અને તેના મિત્ર કાના ભકા કડછા ઉ.વ. 45 ઉપર ભાજપના વિપક્ષી નેતા સુધરાઇસભ્ય વિંજા રામદે મોઢવાડિયા સહિત સાત શખ્સોની ટોળકીએ લોખંડના પાઇપ-છરીઓ સાથે હાજાના ઘરે પહોંચી જઇને તેને બહાર કાઢી કરપીણ હત્યા કરી નાંખી હતી અને વચ્ચે પડેલા હાજાના દિકરા કરણને છરીઓના ઘા ઝીંકતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયેલ છે. સાથોસાથ આ ખુની હુમલા વખતે જ પોતાના પતિ હાજાને બચાવવા વચ્ચે પડેલ ગીતાબેનને પણ પાઇપ અને છરીથી ઇજા પહોંચાડવામાં આવી હતી જયારે તેની યુવાન દિકરી નીતાને પણ પાઇપ ઝીંકી દેતા તેને પણ ઇજા થઇ હતી. જુના વેરઝેર અનુસંધાને ડબલ હત્યા
આદિત્યાણા ગામમાં ભાજપના જ સુધરાઇસભ્ય દ્વારા જ તેની જ પાર્ટીના ભાજપના સક્રીય સભ્યની છરી, પાઇપ અને લાકડીઓથી કરપીણ હત્યા કરી નાંખવામાં આવી હતી એ અંગે મરી જનાર કાના ભુકા કડછાની પત્ની ગીતાબેને પોલીસમાં વહેલી સવારે જ 8 શખ્સો સામે ફરિયાદ લખાવી દીધી હતી અને તેના કારણમાં ઘણા વર્ષ પહેલા વિંજા રામદેએ તેના મકાનના નળીયા હત્યા થઇ તે હાજા વિરમ ના મકાનના નળીયા તોડી નાંખ્યા હતા અને ત્યારથી જ બન્ને વચ્ચે વેરઝેર ચાલ્યા આવતા હોવાનું કારણ બહાર આવ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી આદિત્યાણામાં એકંદરે શાંતિ હતી પરંતુ આ ડબલ મર્ડર પછી ગામની શાંતિમાં પલીતો ચંપાયો હોવાની ચર્ચાઓ શરૂ થઇ ચુકી છે. કારણ કે અગાઉ 1984માં એકસાથે પાંચ મર્ડર થયા હતા અને 14 વર્ષ પહેલા પણ ડબલ મર્ડરના ગુન્હા નોંધાયા હતા ત્યારબાદ ગઇકાલે આ એક ડબલ મર્ડર થતાં લોકોમાં પણ તરેહ તરેહની ચર્ચાઓ ઉઠી છે. 12 કલાકમાં
5 હત્યારાઓ ઝબ્બે
આદિત્યાણાના આ ડબલ મર્ડર તેમજ યુવાન ઉપર ખુની હુમલો અને તેની માતા તથા બહેન ઉપર પણ થયેલા હુમલાની ઘટના પછી તાત્કાલીક એસ.પી. શોભા ભુતડાએ આદિત્યાણા ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત રાણાવાવ પોલીસ અને અન્ય ગ્રામ્ય ડીવાયએસપી સહિત પોલીસોની ટુકડીઓ બનાવીને આરોપીઓને ઝડપી લેવા ઝડપી પગલા લેતા 1ર કલાકની અંદર જ સાત આરોપીઓમાંથી પાંચને બરડા ડુંગરના પેટાળમાં આવેલ અને નાગકા ગામની પોલીસચોકી ચેકપોસ્ટના વિસ્તારમાંથી ખુની ઘટનાને અંજામ આપનાર મુખ્ય આરોપી વિંજા રામદે મોઢવાડિયા તેના સાથીદારો હમીર બાલુ મોઢવાડિયા, કરણ કેશુ ઓડેદરા, કાના બાલુ ઓડેદરા અને માલદે ગીગા ઓડેદરાને ઝડપી લીધા હતા. હજુ પોલીસથી બચવા માટે કેશુ અરજન ઓડેદરા, જયમલ કેશુ ઓડેદરા સહિત એક અજાણ્યો શખ્સ ભાગતો ફરે છે. પોરબંદરના આદિત્યાણામાં થયેલ ડબલ મર્ડરમાં હાજા વિરમના ઘરે હત્યા અને હુમલો થયો તે બન્ને મૃતકો હાજા વિરમ ઉપરાંત કાના ભકા કડછાની તસ્વીર અને તપાસમાં દોડી ગયેલ એસ.પી. શોભા ભુતડા સહિત પોલીસ અધિકારીઓ. (તસવીર: જીજ્ઞેશ પોપટ)