રશિયન યુધ્ધ જહાજો સીરિયા ભણી રવાના

થર્ડ વર્લ્ડ વોરના એંધાણ: યુધ્ધ જહાજો સાથે મિલિટરી ગાડીઓનાં કાફલા પણ રવાના
જંગી જહાજોમાં યુધ્ધ ટેન્ક, મિલિટરી ટ્રક, એમ્બ્યુલન્સ, આઈડી રડાર અને હથિયારોનો વિપુલ જથ્થો સામેલ
મોસ્કો તા,17
સીરિયા હાલ વિશ્ર્વની મહાશક્તિઓ માટે જાણે યુદ્ધનો અખાડો બની ગયું છે. સીરિયાના કારણે દુનિયા બે ભાગમાં વહેંચાઈ રહી છે. એક તરફ અમેરિકા અને તેના સહયોગી દેશો સીરિયા પર કેમિકલ હથિયારનો ઉપયોગ કરવાનો આરોપ લગાવી રહ્યાનો આરોપ લગાવી તેના પર મિસાઈલ મારો ચલાવી રહ્યાં છે. જ્યારે બીજી તરફ રશિયા, ઈરાન, સીરિયા અને ચીન અમેરિકા અને તેના સહયોગી દેશો દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીનો વિરોધ કરી રહ્યાં છે. પરિસ્થિતિ ધીરે ધીરે વધારે ગંભીર બની રહી છે.
કેટલાક રિપોર્ટ પ્રમાણે અમેરિકા અને તેના સાથી દેશોની કાર્યવાહીથી ગિન્નાયેલા રશિયાએ તેના યુદ્ધ જહાંજ સીરિયા તરફ રવાના કરી દીધા છે. ગઈ કાલે રવિવારે 2 રશિયન યુદ્ધ જહાંજ મિલિટરીની ગાડીઓ સાથે સીરિયા જતા દેખાયા હતાં.
આ જહાંજના ફોટા બોસ્ફોરસ સ્થિત એક સમુદ્રી યાત્રીએ ટ્વિટર પર પોસ્ટ કર્યાં હતાં. સીરિયાનું ગૃહ યુદ્ધ હવે ધીમે ધીમે ત્રીજા વિશ્વયુદ્ધનું રૂપ લઈ રહ્યું છે.
સીરિયામાં થોડા દિવસ પહેલા કેમિલક હુમલો થયો હતો. જેમાં 80 લોકોના કરૂણ મોત નિપજ્યાં હતાં. ત્યાર બાદ અમેરિકા અને તેના સહયોગી દેશો બ્રિટન અને ફ્રાંસે ભેગા મળીને સીરિયા પર 120 જેટલી મિસાઈલ ઝીંકી હતી. ત્યાર બાદ બંને દેશો યુએનમાં સામસામે આવી ગયાં હતાં. જ્યાં અમેરિકાએ વધુ એક ધમકી આપતા કહ્યું છે કે, જો રશિયાએ ફરી કોઈ આળવિતરાઈ કરી તો, અમે ફરી એકવાર રશિયા પર હુમલો કરીશું. અમેરિકાની આ કાર્યવાહીથી રોષે ભરાયેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતીને અમેરિકા અને પશ્ચિમી દેશોને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી હતી.
ધમકી પર અમલ કરતા રશિયાએ સીરિયા તરફ તેના યુદ્ધ જહાંજો રવાના કરી દીધા છે. રવિવારે રશિયાનું એલીગેટર-લૈડિંગ શિપ સીરિયા તરફ જતું નજરે પડ્યું હતું. રશિયાના યુદ્ધ જહાજને તેના નેવલ બેઝથી સીરિયા તરફ જતા જોવા મળ્યું હતું. આ યુદ્ધ જહાંજો તુર્કી પાસે બોસ્ફોરસમાં નજરે પડ્યાં હતાં. જંગી જહાંજોમાં યુદ્ધ ટેંક, મિલિટરી ટ્રક, એમ્બ્યુલંસ, આઈડી રડાર અને હથિયારોથી સજ્જ નૌકાઓ હતી.
અહેવાલો અનુંસાર રશિયાનું એલેક્ઝાંડર કાશેંકો લીડ કરતા મેસ્કો ખાતેના નેવલ બેઝ પરથી રવાના થયું હતું. જેના પર અનેક ટ્રકો નજરે પડતી હતી. આ ઉપરાંત એક અન્ય લેંડિગ શિપ સોવિતેર બીટીઆર-80, રામાજ ટ્રક્સ અને એક પેલેના-1 બોમ્બ રડાર પણ નજરે પડી હતી. આમ રશિયાએ તેના યુદ્ધ જહાંજો અને અને અન્ય યુદ્ધ હથિયારો સીરિયા માટે રવાના કરી દીધા છે ઘણું બધું કહી જાય છે. એવી પણ આશંકા સેવાઈ રહી છે કે શું આ ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા તો નથી ને.