લાલુનું ‘ફાનસ’ ઓલવાઇ જશે?


નવીદિલ્હી: આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની મુશ્કેલી ઓછી થવાનું નામ લેતી નથી. ચારા કૌભાંડમાં સજા કાપી રહેલા લાલૂ યાદલ માટે ચૂંટણી પંચે તેની પાર્ટી વિરૂદ્ધ નોટિસ જારી કરતા પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપી છે. મહત્વનું છે કે, આરજેડીએ વર્ષ 2014/15નું પાર્ટીનો ઓડિટ રિપોર્ટ ચૂંટણી પંચમાં જમા કરાવ્યો નથી. ચૂંટણી પંચ દ્વારા 13 એપ્રિલે આ મામલામાં જારી નોટિસ અનુસાર રાજદ તરફથી આગામી મહિનાની શરૂઆત સુધી ઓડિટ રિપોર્ટ ન આપવા પર પાર્ટીની માન્યતા રદ્દ કરવાની ચેતવણી આપવામાં આવી છે. નિયમ અનુસાર પ્રત્યેક રાજકીય પક્ષો માટે દર વર્ષે 31 ઓક્ટોબર સુધી પાર્ટીનો વાર્ષિક ઓડિટ રિપોર્ટ જમા કરાવવો અનિવાર્ય છે. આયોગ દ્વારા પાર્ટી અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવના નામથી જારી નોટિસમાં કહેવામાં આવ્યું કે, રાજદે વર્ષ 2014/15ની વાર્ષિક ઓડિટ રિપોર્ટ હજુ સુધી આપ્યો નથી. તેની અંતિમ તારીખ 31 ઓક્ટોબર 2015 હતી.
આ આધાર પર આયોગે આરજેડી પ્રમુખને જારી કારણ દર્શાવો નોટિસમાં કહ્યું કે, કેમ પાર્ટી વિરુદ્ધ ચૂંટણી ચિન્હ (આરક્ષણ અને ફાળવણી) આદેશ 1968ના પ્રરેગ્રાફ 16-એ હેઠળ કાર્યવાહી કરવામાં આવે. તેના ઉલ્લંઘનમાં આયોગ કોઈપણ માન્યતા પ્રાપ્ત પાર્ટીને સસ્પેન્ડ કરવાના અધિકારથી સંપન છે.
સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર તમામ રાજકીય પાર્ટીઓએ નિર્ધારિત સમયસીમાની અંદર ચૂંટણી પંચને પોતાની વાર્ષિક ઓડિટ રિપોર્ટ રજૂ કરવો ફરજીયાત છે. દેશમાં સાત રાષ્ટ્રીય પક્ષો સહિત 49 રાજ્યસ્તરીય માન્યતા પ્રાપ્ત પાર્ટીઓ છે.