વધુ ઉન્નત મુકામ પર પહોંચવાની મથામણ !

સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટેની પ્રયુક્તિઓ શીખવા માટે યોજનામાં આવેલી કાર્યશાળામાં પ્રતિભાગીઓને સમયનો કેન્દ્ર સ્થાનેે રાખીને મૌલિકતાથી અભિવ્યકત થવાનું કહેવામાં આવ્યું. ત્યારે મળેલા રસપ્રદ પ્રતિભાવો પૈકીના અમુક ખૂબ જ મર્મ અને અર્થસભર હતા ! પ્રથમ સ્વભાવ : આ સમય જ સૌથી બળવાન! કયારે શું થઇ જાય જિંદગીમાં એ કોઇપણ સમયે આપણે કહી શકતા નથી અ બીજો પ્રતિભાવ : સંયમ જ આપણી સૌથી મોટી સંપદા સંયમ હશે તો બીજુ બધુ મળવાની આવવાની જે પણ શકયતાઓ છે તે ઉજજવળ હોવાની ! બાકી નહી જ નહી ! ત્રીજો પ્રતિભાવ : વીતી ગયેલી એકપણ ક્ષણ કદી પણ પાછી નથી આવતી એટલે તો જે પણ સમય છે હાથ પર તેનો ખૂબ ખૂબ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો ખૂબ જરૂરી નહીં તો ગયા કામ થી ! ચોથો પ્રતિસાદ : જિંદગીમાંથી પસાર થઇ ગયેલા વરસોનો જે પણ અનુભવ છે તેનો ઉપયોગ કરીને આપણે ઉજજવળ ભવિષ્યનું કરી શકીએ નિર્માણ ! સમય કદી કોઇની રાહ જોતો નથી ! પાંચમો પ્રતિસાદ : જિંદગીમાં વ્યસ્તતા એટલી તો વધી ગઇ કે સમય વિશે વિચારવાનો સમય જ નથી મળતો ! શ્રેષ્ઠકામ કરવાનો સમય મેળવી લેવો પડે ! તો જ થાય સાર્થકતાનો અનુભવ, છઠ્ઠો પ્રતિભાવ : ભુતકાળની દુ:ખદ ક્ષણોને બાજુપર મુકી દઇને ઉજજવળ ભવિષ્યના નિર્માણ માટે હાલમાં મેળેલી ક્ષણોનો ખૂબ સરસ રીતે ઉપયોગ કરવાની જો આદત નહી થાય ! આપણે પાડવી જોઇએ સમયને શ્રેષ્ઠતાથી ઉપયોગ લેવાની સુટેવો! હવે લઇએ છેલ્લો સાતમો અભિપ્રાય : આંતરિક દુનિયાને સમૃધ્ધ બનાવવાની જો શરૂઆત કરી શકી એતો બાહ્ય જગતમાં કંઇક અદ્દભુત કરવા માટેનો સમય આપણને આપો આપ મળી જવાનો ! ને એ રીતે સમતોલ જિંદગી સર્જવાનું ને જીવવાનું આપણું સપનું પણ પરિપુર્ણ થવાનું ! આમ કરવા માટે અત્યારથી ક્ષણ જ અતિમહત્વની તેમજ ખુબ ખુબ કિંમતી! સમય વિશેના આ પ્રતિભાવોમાં જે વાત કહેવાનો પ્રયાસ થયો છે. તે આપણને સમય વિશે વિશેષ સભાનતા કેળવી અને તેનો વિસ્મય પ્રેરે એવા પરિણામો લાવવા માટે પણ ઉપયોગ કરવાનું આપે ઇંજન!વાત મારે તમને પાંચ એવા મુદાઓની કરવી છે કે જેના પર ચિંતન મનન કરીને સુયોગ્ય રીતે અમલ કરવામાં આવે તો જરૂરી અપેક્ષિત ઈચ્છિત સફળતા મળે જ પણ સાથે સાથે વિશિષ્ટ કંઇક કર્મનો સંતોષ પણ આપણને પ્રાપ્ત !
પ્રથમ મુદ્દો : સમય આપણી સૌથી મોટી જણસ ! સંપદા ! આ વિશે આપણે જે સાત પ્રતિભાવો લીધા તેમાં તેના મહત્વની તેમજ પ્રયોજનમાં લેવાની પ્રતિકૃતિઓની વાત સરસ રીતે આવી ગઇ
બીજો મુદ્દો : બહાના કાઢવા બંધ કરીને સ્વીકારો જવાબદારી ! થોડુ આત્મ ચિંતન કરીએ એટલે જણાશે કે ઘણી વખત આપણે કારણને બદલે બહાનાનો કરી લેતા હોઇએ ઉપયોગ ! બહાનાની સંખ્યા છે દોષારોપણ સાથે પણ ! આપણે નિષ્ફળતા મળે તો અન્ય વ્યકિત સહિત અનેક પરિબળોને આપણે આગળ ધરતા હોઇએ ! આમ કરીને કશું મળતુ નથી ! વધુ સારી રીતે આયોજન કરીને કાર્ય કરીને પુન: પ્રયાસ કરીને સફળતા મેળવી જ શકાય ! બહાનાને બદલે સ્વીકારવી જોઇએ આપણે આપણી જવાબદારી દરેક વાતમાં આપણે પોતે જ જવાબદાર છીએ, સફળતા મળે કે નિષ્ફળતા આપણે જ જવાબદાર છીએ એવું વલણ કેળવી લઇએ તો ખૂબ ફાયદો થાય ! આમ કરવાથી નિષ્ફળતા વખતે નાસીપાસ નહીં થઇ જવાય અને સફળતા વખતે શાલીનતાના કરાવી શકાય દર્શન !
ત્રીજો મુદ્દો છે : ખુદે કરેલી ભૂલોમાંથી અને બીજાઓએ કરેલી ભુલોમાંથી પણ આપણે સતત શીખતા રહીને આગળ જતા કરી શકીએ છીએ કમાલ ! મોટાભાગે ખુદની ભુલ સ્વીકારવાનું જ આપણને ગમતું નથી. હાય એજ સ્વીકારી શકાય તો એમાંથી ઘણા પદાર્થપાઠ પણ શીખી શકાય એવું જ અન્યોએ કરેલી ભૂલનું હોય બીજાઓની ભુલ પણ આપણને ઘણું બધું શીખવી જાય છે. એ માટે તત્પરતા દાખવી નવું શીખી તેના પર કામ કરીને આપણે પણ થઇ શકીએ વધુ સફળ-ચોકક્સ !
ત્રીજો મુદ્દો : ખુદની વિશેષતાઓને ઓળખો ! પારખો ! તેમાં વધુ નિખાર લાવવા માટે સતત મથતા રહો ઘણી વખત ખુદની વિશેષતા વિશે જ આપણને નથી હોતી ખબર ઘણા સારા કાર્યો કરવાનું આથી પણ આપણે ચુકી જતાં હોઇએ છીએ વિશેષતાનો કરવાનો હોય ભરપુર ઉપયોગ સામાન્ય પૂર્ણતાથી કામ કરીને બનાય નિપુળ.
ચોથો મુદ્દો અને ખુબ જ મહત્વનો મુદ્દો હવે આવે છે : અન્યોમાં રહેલી વિશેષતા અને સારપથી પ્રેરીત થઇને આપણે કંઇક નક્કર અને નવીન બનાવવાની શરૂઆત કરો ! સૌથી મહત્વની બાબત અન્યોને માન સન્માન આપવાની દ્રષ્ટિ સાથે જ સાહાર્દપૂર્ણ સભર સ્વભાવ, નવુ કરવાની અભિલાષા અને તકને ઓળખીને ઝડપવાની સક્ષમતા ! આ બધુ શકય બનાવવામાં અન્યોની મદદ લેવામાં આવે અને ખુદની ક્ષમતા તેમજ દક્ષતામાં વધારો કરવામાં આવે તો મળે તેનો ભરપુર ફાયદો ! ઝડપથી પસાર થતા સમયની સાથે કદમ મીલાવવા માટે આ છે ખૂબ જ જરૂરી બાબત તેના પર કરવું જોઇએ મફત કાર્ય ! હવે લઇએ આજની વાતચીતનો અંતિમ પાંચમો મુદ્દો : નિષ્ફળતાથી નાસીપાસ થયા વિના ખુદની જાતને વધુ બુલંદ બનાવી, લોખંડી મનોબળનું નિર્માણ કરીને આકાર
અપાય ભવ્ય કાર્યને અને સુવર્ણ
સફળતાને ! વિચારોની તાકાત અદ્ભુત અને ખરા અર્થમાં હોય છે. જાદુઇ ! નબળા વિચારોને ત્યજવા પડે ! તાજા અને મજબુત વિચારો કેળવવા પડે ! મજબુત ઇરાદાથી અડધુ કાર્ય જાણે થઇ જતું હોય છે પૂર્ણ ! બાકી શરૂઆતથી મચી પડીએ તો ધ્યેયલક્ષી ગતિ કરીને પહોંચાય મંઝીલ પર ! સફળતા અને વિનમ્રતાનું બીજુ નામ અને આનંદનો જાણે પર્યાય !
ખુદનો પરિચય ખુદ સાથે કરાવવામાં પુસ્તકોની ભૂમિકા અનોખી, પુસ્તક પરના લેખ વાંચવાને બદલે પુસ્તક વાંચવાની સમગ્રતાથી વાત કરવાને બદલે તેનું વિવેચન કરવાની કોશિશ કરવાને બદલે તેનાથી ઉદ્દભવેલા સમજાયેલા પ્રયોજાયેલા મુદ્દાઓની આપણે વારંવાર કરીએે છીએ વાત ! અર્ક અને સારાંશ પણ એમાંજ સમાવિષ્ટ ! અને હા આજની વાચતીત જે પુસ્તક પર આધારિત હતી તેનું નામ પણ કહી દઉ પુસ્તકનું નામ છે. ધ મેજિક ઓફ થિન્કીંગ બીગ અને તેના લેખક છે. ડો. ડેવિડ જે સ્કુવર્ઝટસ અનેક વાંચકોએ આ પુસ્તક વાંચીને એવું કહ્યું છે કે કાલ્પનિક કથાઓ વાંચીને તરંગી બનવાને બદલે વિચારોની જાદુઇ તાકાતનો ઉપયોગ
કરીને કરવું જોઇએ આપણે માનવજાતનું કલ્યાણ ! વાંચજો તમે પણ ! ને અટકુ આ મુકામ પર ! આપણે આપણી જવાબદારી દરેક વાતમાં આપણે પોતે જ જવાબદાર છીએ, સફળતા મળે કે નિષ્ફળતા આપણે જ જવાદબદારી છીએ એવું વલણ કેળવી લઇએ તો ખૂબ ફાયદો થાય !