વૃદ્ધ મહિલા પથ્થર ચોરી ગઈ, પછી ખબર પડી કે તેની કિંમત છે લાખોમાં

ટોરન્ટો, તા.16
કેનેડાની પોલીસ આજકાલ ટોરન્ટોના ગાર્ડિનર મ્યુઝિયમમાં મૂકવામાં આવેલા એક પથ્થરની ચોરી કરનાર વૃદ્ધ મહિલાની શોધખોળ કરી રહી છે. આ મ્યુઝિયમમાં એક જગ્યાએ ઘણાબધા પથ્થર પાથરવામાં આવ્યા હતા. યોકો ઓનો નામના આટિસ્ટે નદીના કિનારે જોવા મળે એવા ગોળાકાર પથ્થર પર બેસીને ધ્યાન કરી શકાય એવી જગ્યા બનાવી હતી અને એના પર કોઇ પણ વ્યકિત ચાલી શકે, બેસી શકે અને ઇવન પથ્થરને હાથમાં ઉઠાવીને રમી પણ શકે. જોકે એ પ્રૌઢ મહિલા ઘણાબધા પથ્થરોમાંથી એક ઉઠાવી ગઈ. આયોજકોને ખબર પડી કે તે જે પથ્થર લઇ ગઈ તે કિંમતી પથ્થર હતો. એના પર કોઈ ઇંગ્લિશ મ્યુઝિશ્યનના હસ્તાક્ષરમાં ‘લવ યોર સેલ્ફ’ લખેલું હતું. એની કિંમત અંદાજીત 17,500 ડોલર એટલે કે લગભગ 11 લાખ રૂપિયા જેટલી થાય છે. એકિઝબિશનમાં લાગેલા ભભદિંકેમેરા પરથી જાણવા મળ્યું કે કોણે ચોરી કરી છે. પરંતુ હવે પોલીસ તેની શોધખોળ કરી રહી છે.