પાકિસ્તાનીને થઈ ભાગ્યે જ જોવા મળતી બીમારી, ડોક્ટર્સ પણ આશ્ર્ચર્યમાં


બહવાલપુર, તા.16
એવું કહેવાય છે કે કુદરતની કરામત અનોખી હોય છે. પાકિસ્તાનમાં પણ આવી જ અનોખી ઘટના સામે આવી હતી. પાકિસ્તાનના એક વ્યક્તિને નખમાં ખૂબ જ દુખાવો થતો હતો. જ્યારે તેણે પોતાની તકલીફ જણાવી ત્યારે ડોક્ટર્સ પણ મૂંઝવણમાં મૂકાઈ ગયાં હતાં. આ વ્યક્તિની મિડલ ફિંગરના નખમાં અન્ય એક નાનો નખ ઉગતો હતો. 28 વર્ષના વ્યક્તિને નખમાં ખૂબ જ દર્દ થતું હતું. આ કારણે તે ખૂબ જ પરેશાન રહેતો હતો. તેના નખ પણ વિચિત્ર ઝડપે વધી રહ્યાં હતાં. આ કારણે જ તેણે મેડિકલ સલાહ લેવાનું વ્યાજબી માન્યું હતું. જ્યારે તે હોસ્પિટલમાં ગયો તો ડોક્ટર્સ પણ તેની આ પરેશાની જોઈને આશ્ચર્યમાં મૂકાયા હતાં. ડોક્ટર્સના આશ્ચર્યનું કારણ આ વ્યક્તિની મિડલ ફિંગરનો નખ હતું. કારણકે તેના મિડલ ફિંગરના નખમાં અન્ય એક નાનો નખ ધીમે ધીમે વધી રહ્યો હતો. પાકિસ્તાનના શહેર બહવાલપુરની ટીમે મેડિકલ લિટરેચરમાં આ ઘટનાનો કેસ સ્ટડી મેડિકલ લિટરેચરમાં પ્રકાશિત કર્યો હતો.
ઈન્ટરનેશનલ જર્નલ ઓફ સર્જરીમાં જણાવ્યા અનુસાર માનવશરીરમાં આવી ઘટના અત્યંત દુર્લભ છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે હાથમાં બે અંગૂઠાઓ હોવા સામાન્ય બાબત છે. આવી ઘટનાઓમાં સામાન્ય રીતે વ્યક્તિ બે અંગૂઠા સાથે પોતાનું જીવન સારી રીતે જીવી શકે છે. જોકે, એવા રેર કિસ્સાઓ હોય છે. જેમાં વ્યક્તિને અગવડતા પડી હોય અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું હોય.
ડોક્ટર્સે જણાવ્યું હતું કે આ નાનો નખ કેરાટિનનો બનેલો હતો. જેમાં કોઈ ઇન્ફેક્શન કે અન્ય સમસ્યા જોવા મળી નહોતી. નોંધનીય છે કે કેરાટિન નામનું તત્વ શરીરમાં નખ, વાળ વધવા પાછળ જવાબદાર હોય છે. જોકે, આ વ્યક્તિની સમસ્યા સામે આવ્યા આ પછી ડોક્ટર્સે તેનું ઓપરેશન કર્યું હતું. આમ કરી એક્સ્ટ્રા નખને દૂર કરવામાં આવ્યો હતો.