ડેટિંગ સાઈટ પર મળી ગર્લ, લાગ્યો 60 લાખનો ચૂનો

બેંગ્લોર, તા.16
બેંગ્લોરના એક બિઝનેસમેનને ઓનલાઇન ડેટિંગ સાઇટ પર એક મહિલા સાથે દોસ્તી કરવી મોંઘી પડી. સાઇબર ક્રાઇમ પોલીસ પાસે નોંધાયેલ ફરિયાદ મુજબ બિઝનેસમેન સતીશે (નામ બદલેલ છે) એક ડેટિંગ સાઇટ પર પોતાની પ્રોફાઇલ બનાવી હતી. આ વેબસાઇટ પર સતીશે એક મહિલા સાથે દોસ્તી કરી જે 60 લાખનો ચૂનો લગાવી રફુચક્કર થઇ ગઇ.
ફરિયાદ મુજબ ’તવજ્ઞળાફ76’ નામની આઇડીથી એ મહિલાએ 18 જુલાઇ 2017ના રોજ સતીશનો સંપર્ક કર્યો હતો અને ખુદની ઓળખ કોલકાતાની અર્પિતા તરીકે આપી હતી. થોડા દિવસોની વાતચીત બાદ બંનેએ એકબીજા સાથે પોતાના મોબાઇલ નંબર શેર કર્યા હતા અને વોટ્સએપ પર ચેટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું.
થોડા દિવસો બાદ અર્પિતાએ એમ કહીને સતીશની મદદ માગી કે તેના પિતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને 30 હજાર રૂપિયાની જરૂર છે. સુરેશે તરત અર્પિતાના ખાતામાં 30 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. કેટલાક દિવસો બાદ અર્પિતાએ ફરી પૈસા માગ્યા અને કહ્યું કે પિતાજીને બીએમ બિરલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 15 ડિસેમ્બર 2017થી 23 જાન્યુઆરી 2018 દરમિયાન સુરેશે અર્પિતાને કેટલીય વખત રૂપિયા મોકલાવ્યા હતા.
સુરેશે 19 લાખ રૂપિયા રુપાલી મજૂમદાર અને 40 લાખ 70 હજાર રૂપિયા કુશન મજૂમદારના ખાતામાં પણ મોકલ્યા હતા. જ્યારે એર્પિતાએ સુરેશના મેસેજ અને ફોન કોલ્સનો જવાબ આપવાનું બંધ કરી દીધું ત્યારે તેને
શંકા ગઇ.
એની સાથે દગો થયો હોવાનો તેને ખ્યાલ આવતાં તેમણે સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ‘લગ્ન અને ડેટિંગ વેબસાઇટ્સ પર સાઇબર ક્રિમિનલ્સ વધુ ઉમ્રવાળા કે તલાક થઇ ગયા હોય તેવા પુરુષ અને મહિલાને ટાર્ગેટ બનાવતા હોય છે. તેઓ ખુદને ધનવાન અને બિઝનેસમેન જણાવી લોકોને ઠગતા હોય છે.
છેલ્લા થોડા સમયથી આવા કેસમાં વધારો થયો છે.’