એપ્રિલની આ તારીખે દુનિયાના અંતની વધુ એક આગાહી, શું સાચી પડશે ?

ન્યૂયોર્ક, તા.16
વધુ એક આગાહી સામે આવી છે કે 23 એપ્રિલના રોજ પૃથ્વીનો અંત થસે. સૂર્ય, ચંદ્ર અને ગુરૂ ક્ધયા રાશિ એક યોગમાં રહેશે. તે રાત્રે રહસ્યમય ગ્રહ ‘નિબિરુ ગ્રહ’ જોવા મળશે. ત્યાર બાદ ત્રીજા વિશ્વ યુધ્ધની શરૂઆત થશે. આ પહેલા પણ અનેક વખત દુનિયાના અંતની આગાહી કરવામાં આવી છે અને તે ખોટી પડી છે.
આ ઉપરાંત નાસા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે રહસ્યમય ‘નિબિરુ’ જેવો કોઈ ગ્રહ જ નથી.
કોન્સપિરસી થિયરીનું કહેવું છે કે આગામી ખગોળીય ઘટના એપ્રિલ મહિનામાં યોજાશે. ડેવિડ મીડ પ્લાનેટ એક્સ - ધ 2017 અરાઇવલ પુસ્તકના 12:1-2 પ્રકરણમાં દાવો કરવામાં આવ્યો છે,’ તેની નિશાની સ્વર્ગમાં જોવા મળી રહી છે. એક મહિલાએ સૂર્યના કપડા પહેર્યા છે , ચંદ્રને પગ નીચે દબાવી રાખ્યો છે અને 12 તારા તેની માથે છે. તે ગર્ભવતી છે અને બાળકને જન્મ આપવાની પીડામાં રોઈ રહી
છે.’ સિદ્ધાંત અનુસાર તે મહિલા ક્ધયા રાશિ છે.
આ યોગ દુર્લભ નથી. દર 12 વર્ષે આ યોગ સર્જાય છે. કેટલાક ન્યૂમરોલોજિસ્ટે દાવો કર્યો છે કે, આ સાથે વધુ એક યોગ સર્જાઈ રહ્યો છે જે ‘જૂદાહ જનજાતિના સિંહ’નું પ્રતિનિધિત્વ કરે છે.’ ડેવિડ મીડે આ વિચારને સમર્થન આપ્યું છે અને કહ્યું કે આ મહિને થનારી ઘટાઓ સાથે દુનિયાના અંતની શરૂઆત થશે.’
ડેવિડ મીડના અનુમાન મુજબ આ પહેલા પણ આગાહી કરી હતી કે ગ્રહ એક્સ (જેને નિબિરુ પણ કહેવામાં આવે છે.) ઓક્ટોબર આજુબાજુ ફરી સ્વિંગ થશે, જેના કારણે પૃથ્વીના પેટાળમાં જ્વાળામુખીના વિસ્ફોટ થશે. જોકે આ પ્રકારની ભવિષ્યવાણી અનેક વખત ખોટી પડી ચૂકી છે. ફરી એક વખત ખોટી પડી છે.
નિક પોપે જણાવ્યું કે નિબિરુની વાર્તા ઉપજાવેલી છે. આ એક કાલ્પનિક ગ્રહ ‘ઈન્ટરનેટ ફ્રોડ ‘થી વધારે કંઈ નથી. આ અંગે નાસાએ પણ જણાવ્યું છે કે આવો કોઈ ગ્રહ નથી, એટલે કોઈ ટક્કર થવાની શક્યતા પણ નથી.
નિબિરુ એક્સ ગ્રહ વિશે એવું કહેવામાં આવે છે કે આ ગ્રહ આપણા સૌરમંડળના છેડા પર રહેલો છે. નિબિરુ ગ્રહ સૌર મંડળના નવ ગ્રહોથી અલગ છે. જેને ક્યારેક પ્લેન્ટ એક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગત વર્ષે જાન્યુઆરીમાં એસ્ટ્રોનોર્મસ દ્વારા તેને શોધવામાં આવ્યો હતો. નિબિરુ ગ્રહ આપણા સૌર મંડળના ગ્રહોને ‘પ્લાસ્મેટિક ઉર્જાના કણો’ મોકલી રહ્યું છે. જેનાથી પૃથ્વીનો અંત આવશે.