ઓપ્પોે-વિવોને હોર્ડિંગ 24 કલાકમાં હટાવી લેવા નોટિસ

બે વર્ષથી ચાલતા બહુચર્ચિત હોર્ડિંગ કૌભાંડમાં અંતે એસ્ટેટ શાખા એકશનમાં આવતીકાલે ડિમોલિશન, કરોડોની રિકવરી અંગે ભેદી રમત; 60 આસામીને માત્ર હોર્ડિંગ દૂર કરવા નોટિસો અપાઇ
રાજકોટ,તા.16
રાજકોટ શહેરમાં ચાઇનીંઝ કંપની દ્વારા આડેધડ ખડકાયેલા ઓપો-વિવો કંપનીના જોખમી હોર્ડીંગ અને બોર્ડ સામે મહાનગરપાલિકાએ સતત બે વર્ષસુધી આંખ મિચામણા કર્યા બાદ હવે ભીંસ પડતા તંત્ર જાગ્યું છે અને આજે 60 જેટલા મિલકત ધારકોને 24 કલાકમાં ગેરકાયદે હોર્ડીંગ્સ કે બોર્ડ ઉતારી લેવા તાકીદ કરી છે અને આવતી કાલે 150 ફૂટ રીંગ રોડ ઉપર આવા ગેરકાયદે હોર્ડીંગ્સ તથા બોર્ડ હટાવવા માટે ડીમોલીશન હાથ ધરવામાં આવનાર છે.
જો કે, સતત બે વર્ષથી ચાલતા આ હોર્ડીંગ્સ કૌભાંડ અંગે ‘ગુજરાત મિરરે’ ઘટસ્ફોટ કર્યા બાદ કોંગ્રેસ પણ ઝપલાવી ગત તા.પાંચના રોજ વિપક્ષનેતા વશરામભાઇ સાગઠીયા જસ્ટીસ અને વિજીલન્સ કમિશ્ર્નરને ફરિયાદ કરતા કોર્પોરેશનનાં અધિકારીઓના પગ નીચે રેલો આવ્યો છે અને અગાઉ માત્ર નોટીસો આપી થાબણભાણા કર્યા બાદ હવે 24 કલાકાં ગેરકાયદે હોર્ડીંગ્સ અને બોર્ડ હટાવી લેવા તાકીદ કરી છે.
જો કે, કોર્પોરશેનની તિજોરીને અંદાજે રૂા.છ કરોડનો ચુનો લગાડવાનાઆ આપો-વિવો કંપનીઓના હોર્ડીંગ કૌભાંડમાં હાલ માત્ર ગેરકાયદે હોર્ડીંગ અને બોર્ડ હટાવવાની જ તાકીદ કરવામાં આવી છે. પરંતુ કરોડો રૂપિયાની
વસુલાત અંગે નોટીસોમાં કોઇ ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી.
દબાણ હટાવ વિભાગનાં એસ્ટેટ ઓફીસર કાંજરોટીયાએ જણાવ્યું હતું કે, મ્યુનિ. કમિશ્ર્નરની સુચનાથી આજે 60 જેટલા મિલકત ધારકોને ગેરકાયેદ હોર્ડીંગ્સ 24 કલાકમાં હટાવી લેવા નોટીસો આપવામાં આવી છે. અને આવતીકાલે 150 ફૂટ રીંગરોડ ઉપર આવા ગેરકાયદે હોર્ડીંગ્સ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
ગેરકાયદે હોર્ડીંગ્સની રેગ્યેલર ફી અને પેનલ્ટીની વસુલાત અંગે કોઇ કાર્યવાહી હાથ કરાઇ છે કે કેમ? તેવા પ્રશ્ર્નનના જવાબમાં એસ્ટેટ ઓફિસરે જણાવેલ કે, આ અંગે કમિશ્ર્નરની કોઇ સુચના મળેલ નથી પરંતુ સુચના મળ્યે કાર્યવાહી હાથ ધરાશે. હાલ માત્ર હોર્ડીંગ દૂર કરવાની જ કાર્યવાહી શરૂ કરાઇ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, શહેરમાં મહાનગર પ)િેકાનાં ટી.પી. વિભાગ અને એસ્ટેટ વિભાગની મુક સહમતી અને સીધી સંડોવણીનાચ કારણે આશરે 60 જેટલા મિલકત ધારકોએ છેલ્લા બે વર્ષની વગર મંજુરીએ ઓપો અને વિવો કંપનીના આશરે 300 જેટલા ગેરકાયદે હોર્ડીંગ્સ અને બોર્ડ ખડકી દલ કોર્પોરેશનની તિજોરીને આશરે રૂા. 6 કરોડનો ચુનો લગાડ્યો છે.
આ અંગે મહાનગર પાલિકાની ટી.પી. શાખા અને એસ્ટેટ વિભાગ વચ્ચે હોર્ડીંગની મંજુરી અંગે પત્રવ્યવહારનું શંકાસ્પદ નાટક ચાલ્યુ હતું અને સાથોસાથ અગાઉબે વખત આવા ગેરકાયદે હોર્ડીંગ્સ હટાવવાની નોટીસો આપવાના નાટક પણ થયા હતા.
છેલ્લા બે વર્ષથી આ કૌભંડ ચાલ્યા બાદ ગુજરાત મિરરે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી કોર્પોરેશનની તીજોરીને રૂપિયા 6 કરોડનો ચુનો ચોપડવામાં આવ્યાનાં ઘટસ્ફોટ કરતા તંત્ર
હરકતમાં આવ્યું હતું અને ટી.પી. વિભાગે
આ તમામ હોર્ડીંગ ગેરકાયદે હોવાનો અભિપ્રાય આપી દીધો હતો.
અંતે તાજેતરમાં વિરોધપક્ષ કોંગ્રેસે પણ આ કૌભાંડમાં ઝુકાવી મ્યુનિ. કમિશ્ર્નરને આધાર-પૂરાવા સાથે લેખિત રજુઆત કરી હતી અને હાઇકોર્ટના ચિફ જસ્ટીસ તથા ચિફ વિજીલન્સ કમિશ્ર્નરને ફરિયાદ કરતા તંત્ર દોડતુ થઇ ગયું છે. કરોડોની રિકવરી અંગે મૌન
શહેરમાં 55 થી 60 આસામીઓએ સતત બે વર્ષ સુધી વગર મંજુરીએ હોર્ડીંગ ખડકી કંપનીઓ પાસેથી તગડી કમાણી કરી છે. અને કોર્પોરેશનની તિજોરીને રૂા.6 કરોડ જેવો ચુનો લગાવ્યો છે. આમ છતાં કોર્પોરેશન તંત્ર આ રિકવરી અંગે સંપૂર્ણ મૌન ધારણ કરીને બેઠું છે. સામાન્ય વેરા માટે લોકોની મિલકતો સીલ કરતું તંત્ર કરોડોની રિકવરી કરવામાં શંકાસ્પદ આંખમિચામણા કરી રહ્યું છે.
અધિકારીઓ સામે પગલાં ભરાશે?
કોર્પોરેશનનાં એસ્ટેટ વિભાગ અને ટી.પી. વિભાગના અધિકારલઓ વચ્ચે આ 300 જેટલા ગેરકાયદે હોર્ડીંગ બાબતે ‘અભિપ્રાય’નું નાટક ચાલતુ હતુ અને સતત બે વર્ષ સુધી આવા જોખમી હોર્ડીંગ લટકતા હતા છતા અભિપ્રાય આપવામાં ઢીલી નીત્િ અપનાવાઇ હતી ત્યારે, આવુ નાટક ભજવી બારોબાર ‘મલાઇ’ તારવનાર અધિકારીઓ સામે મ્યુનિ. કમિશ્ર્નર તપાસ નિમશે કે કેમ? તે અંગે અનેક પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે.