ચિત્ત અને પ્રવૃત્તિનો મેળ થાય તો સુખ નહીંતર દુ:ખ : પૂ.યોગતિલકસૂરિશ્ર્વરજી મ.સા.

સુખીજીવનનું દર્પણ જૈન રામાયણ પ્રવચન ઉત્સવ દિવસ-1 વિશ્ર્વના સમસ્ત જીવોની એક માત્ર ઈચ્છા છે કે સુખ આવે દુ:ખ જાય ઓલ ઓવર વર્લ્ડના દરેક જીવોનું કોમન લેવલ પર લક્ષ્ય શું?
છતા કયાંકને કયાંકથી દુ:ખ આવી ટપકે છે. ટેન્શન ઉભુ થઇ જાય છે. દૂનિયામાં કહેવાતા માસ્ટર, ઈન્ટેલીઝન્ટ લોકો પણ સુખ માટે ભરપૂર મહેનત કરે છે. પણ છાતી ઠોકીને એમ નથી કહી શકતા કે હું 24 કલાક, બારેમાહિના, હોલ લાઈફ સુખી છું તો કયાં કડી છટકે છે? મહેનત સુખી થવાની છતા સુખ ન મળે તો કયાંક તો ગડબડ છે. તે શું છે? તેની તપાસ થોડા દિવસોમાં આપણે કરવી છે.
સર્વજ્ઞ પરમાત્માએ એનું નિદાન કર્યુ છે કે આ દુનિયાનો સૌથી મોટો ભ્રમ છે. સુખ બહાર છે સુખની શોધ બહાર કરે છે સુખ માટે મહેનત બહાર કરે છે પરંતુ સુખ-દુ:ખ એ મનનો વિષય છે. મનમાં જે નક્કી કર્યુ હોય એનાથી જુદુ બને તો દેખાતી સુખની સામગ્રીમાં દુ:ખ અનુભવાય, મનમાં જે નક્કી કર્યુ હોય એના પ્રમાણે થાય તો લાખ આપતિ વચ્ચે, અપાર કષ્ટ વચ્ચે પણ આનંદનો અનુભવ થાય.
જેમ માઉન્ટ એવરેસ્ટ, ચઢનારને કેટલુ કષ્ટ હોય છે? પણ દુ:ખ હોય? આ ચઢનારા કેટલાય મૃત્યું પામ્યા હોય, મરવાની શકયતા હોવા છતા ચઢતા ચઢતા દુ:ખ હોય! ના આનંદ હોય કારણ કે ચિતે જે નક્કી કર્યુ તે અનુસાર જ પ્રવૃતિ થાય છે તો મનમાં આનંદ થાય છે. તમે દુકાનમાં છો સવારથી ફુલ ઘરાકી છે ઉભાના ઉભા જ છો, બેસવાનો સમય મળતો નથી, પરસેવો થયો છે છતાં દુ:ખ લાગે? ના આનંદ જ હોય. કારણ કે ચિંતાને પ્રવૃતિનો મેળ છે.
તમારી બાજુની દુકાનવાળો શાંતિથી ગાદી પર બેઠો છે હવા ખાય છે ચાના સબડકા ભરે છે તો તે આનંદમાં હોય? દેખીતી સુખની અવસ્થામાં પાર સુખ હોય છે. ના... દુ:ખી હોય કારણ કે ચિત્તને પ્રવૃતિનો મેળ નથી
કારણ કે ચિત્તમાં નક્કી છે કે પૈસાથી આનંદ મળે તો એના માટે કાઈ પણ કરતા આનંદ આવે.
નાના બાળકને માતા દુર જાય તો દુ:ખ થાય તે જ બાળક મોટો થાયને ફોન પર વાત કરવી છે તો માતા-પિતા દુર જાય તો આનંદ આવે. તમે લાઈનમાં ઉભા છો અને કોઇ વ્યક્તિ પેસી જાય તો માથુ ફરે, તમારી પ્રીય વ્યક્તિ હોય તો? તમે જ પેસાડો ને આનંદ થાય...
ગાડીમાં બેસવામાં આનંદ આવે પણ પ્રિયતમા સાથે ચાલતા ચાલતા વાત કરવી છે ને કોઇ જબરજસ્તી ગાડીમાં બેસાડે તો દુ:ખ થાય.
ગાડી તો એ જ છે ઘટના પણ એ જ હોય પરિસ્થિતિ પણ એ જ હોય વ્યક્તિ પણ એ જ હોય પણ આજે એમાં સુખ લાગે કાલે એમા જ દુ:ખ લાગે એટલે કે ...
દુનિયામાં કોઇ ચીજ, વસ્તુ, વ્યક્તિ સુખ આપવા સમર્થ નથી. ચિત્ત અને પ્રવૃતિનો મેળ થાય તો સુખ, ચિત્ત અને પ્રવૃતિનો મેળ ન થાય તો દુ:ખ.
આજે આપણે આ સિધ્ધાંત બાંધ્યો છે. તમે વિચારજો સુખી થવા માટે શું કરવું? તમારી ફીલીંગ, દલીલો, તર્કો રજુ કરવાની છૂટ બધુ કરીને આપણે સુખ-દુ:ખના પોઈન્ટને ડીટેકટ કરી તેની ટ્રીટમેન્ટ કરીને સુખી થવું છે...
(ક્રમશ:)