41 છાત્રો, ડીન અને વચેટીયા તબીબ સામે ફોજદારી નોંધાશે

બહુચર્ચિત હોમિયોપેથી બોગસ ડીગ્રી કાંડમાં અંતે તપાસ સમિતિએ જાહેર કર્યો રિપોર્ટ ઝારખંડની વિનોબા ભાવે, ન્યુ દિલ્હી સાઉથ કેમ્પસ અને બિહારની યુનિ.ની માર્કશીટના આધારે સૌરાષ્ટ્રની ત્રણ કોલેજમાં એડમીશન લઇ ઘોડા ડોકટર બની ગયા રાજકોટ તા.16
બોગસ ડીગ્રી રજુ કરી તબીબ બનવાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ તપાસ કમીટીએ આજે બોગસ ડીગ્રી કાડનો રીપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં 41
વિદ્યાર્થીઓ, ડીન અમિત જોશી, વચેટીયા ડો.કાદરી સામે પોલીસ ફરીયાદ કરવાનો નિર્ણય કરી ફોજદારી કેસ કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિ.ના હોમીયોપેથી વિભાગના અધરધેન ડીન ડો.ભરત વેકરીયા દ્વારા 137 વિદ્યાર્થીઓએ દિલ્હી અને ઝારખંડની યુનિ.ના બોગસ પ્રમાણપત્રને આધારે રાજકોટની બી.આર.ડાંગર, બી.જી.ગારૈયા કોલેજ અને અમરેલીની વ્યાસ કોલેજમાં પ્રવેશ થયાનો ઘટસ્ફોટ કર્યો હતો અને તત્કાલીન કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણે સીન્ડીકેટ સભ્ય ડો.નેહલ શુકલની અધ્યક્ષતામાં એક તપાસ કમીટી નીમવામાં આવી હતી. જેમાં ડો.સંજય ભાયાણી સહિતના ત્રણ સભ્યો નિયુકત કરાયા હતા.
વર્ષ ર01ર થી ર017 સુધીમાં કુલ પ6 વિદ્યાર્થીઓએ સેન્ટર કાઉન્સીલ ઓફ હોમીયોપેથીના પ ટકા એડમીશન મેળવવાના નિયમ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ત્રણ હોમિયોપેથી કોલેજમાં એડમીશન લીધા હતા. જેમાંથી 43 વિદ્યાર્થીઓએ એફવાયની એટલે કે પ્રથમ વર્ષની બોગસ માર્કશીટના આધારે એસવાયમાં પ્રવેશ મેળવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. જ્યારે 13 વિદ્યાર્થીઓએ ગુજરાત બહારના રાજ્યની કોલેજમાં હોમીયોપેથીનું પ્રથમ વર્ષ પાસ કરીને સૌરાષ્ટ્ર યુનિ.ની કોલેજમાં પ્રવેશ લીધો હોવાનું પ્રથમ તબક્કામાં જાહેર થયું હતું. જે 43 વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટના આધારે હોમીયોપેથીના બીજા વર્ષમાં પ્રવેશ કેવી રીતે મેળવ્યો બોગસ માર્કશીટ કોણે બનાવી, કોણે આપી, કેટલી લેવડ-દેવડ થઇ સહિતના મુદ્દે તપાસ કમીટીની રચના થઇ હતી. કમીટીએ આખરે આ સમગ્ર કૌભાંડનો પડદો ઉઠાવતા અધ્યક્ષ નેહલ શુકલએ જણાવ્યું હતું કે યુનિ.ના ઇતિહાસમાં આવુ પ્રથમ વખત બન્યું છે. કૌભાંડમાં સંડોવાયેલા 41 વિદ્યાર્થીઓ સામે કાયદેસરની પોલીસ ફરીયાદ કરવામાં આવશે તેમજ કૌભાંડના મુખ્ય બે વ્યકિત હોમીયોપેથી કોલેજના ડીન અને બી.એ.ડાંગર કોલેજના પ્રિન્સીપાલ અમિત જોશી તેમજ ખંભાળીયાના ડોકટર કાદરી સામે પણ ફોજદારી કેશ થશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમિત જોશીની કોલેજમાં આ વિદ્યાર્થીઓ ભણતા હતા અને અમિત જોશીને 3.પ0 થી 7 લાખ રૂપિયા જેટલી બમણી ફી ચુકવી એડમીશન લીધા હતા. વિદ્યાર્થીઓ અમિત જોશીની જ હોસ્ટેલમાં રહેતા હતા.
(અનુસંધાન પાના નં. 10) રાજકોટ તા.16
બોગસ ડીગ્રી રજુ કરી તબીબ બનવાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ તપાસ કમીટીએ આજે બોગસ ડીગ્રી કાડનો રીપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં 41
વિદ્યાર્થીઓ, ડીન અમિત જોશી, વચેટીયા ડો.કાદરી સામે પોલીસ ફરીયાદ કરવાનો નિર્ણય કરી ફોજદારી કેસ કરવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિ.ના હોમીયોપેથી વિભાગના અધરધેન ડીન ડો.ભરત વેકરીયા દ્વારા 137 વિદ્યાર્થીઓએ દિલ્હી અને ઝારખંડની યુનિ.ના બોગસ પ્રમાણપત્રને આધારે રાજકોટની બી.આર.ડાંગર, બી.જી.ગારૈયા કોલેજ અને અમરેલીની વ્યાસ કોલેજમાં પ્રવેશ થયાનો ઘટસ્ફોટ કર્યો હતો અને તત્કાલીન કુલપતિ ડો.પ્રતાપસિંહ ચૌહાણે સીન્ડીકેટ સભ્ય ડો.નેહલ શુકલની અધ્યક્ષતામાં એક તપાસ કમીટી નીમવામાં આવી હતી. જેમાં ડો.સંજય ભાયાણી સહિતના ત્રણ સભ્યો નિયુકત કરાયા હતા.
વર્ષ ર01ર થી ર017 સુધીમાં કુલ પ6 વિદ્યાર્થીઓએ સેન્ટર કાઉન્સીલ ઓફ હોમીયોપેથીના પ ટકા એડમીશન મેળવવાના નિયમ મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ત્રણ હોમિયોપેથી કોલેજમાં એડમીશન લીધા હતા. જેમાંથી 43 વિદ્યાર્થીઓએ એફવાયની એટલે કે પ્રથમ વર્ષની બોગસ માર્કશીટના આધારે એસવાયમાં પ્રવેશ મેળવ્યો હોવાનું સ્પષ્ટ થયું હતું. જ્યારે 13 વિદ્યાર્થીઓએ ગુજરાત બહારના રાજ્યની કોલેજમાં હોમીયોપેથીનું પ્રથમ વર્ષ પાસ કરીને સૌરાષ્ટ્ર યુનિ.ની કોલેજમાં પ્રવેશ લીધો હોવાનું પ્રથમ તબક્કામાં જાહેર થયું હતું. જે 43 વિદ્યાર્થીઓએ બોગસ માર્કશીટના આધારે હોમીયોપેથીના બીજા વર્ષમાં પ્રવેશ કેવી રીતે મેળવ્યો બોગસ માર્કશીટ કોણે બનાવી, કોણે આપી, કેટલી લેવડ-દેવડ થઇ સહિતના મુદ્દે તપાસ કમીટીની રચના થઇ હતી. કમીટીએ આખરે આ સમગ્ર કૌભાંડનો પડદો ઉઠાવતા અધ્યક્ષ નેહલ શુકલએ જણાવ્યું હતું કે યુનિ.ના ઇતિહાસમાં આવુ પ્રથમ વખત બન્યું છે. કૌભાંડમાં સંડોવાયેલા 41 વિદ્યાર્થીઓ સામે કાયદેસરની પોલીસ ફરીયાદ કરવામાં આવશે તેમજ કૌભાંડના મુખ્ય બે વ્યકિત હોમીયોપેથી કોલેજના ડીન અને બી.એ.ડાંગર કોલેજના પ્રિન્સીપાલ અમિત જોશી તેમજ ખંભાળીયાના ડોકટર કાદરી સામે પણ ફોજદારી કેશ થશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમિત જોશીની કોલેજમાં આ વિદ્યાર્થીઓ ભણતા હતા અને અમિત જોશીને 3.પ0 થી 7 લાખ રૂપિયા જેટલી બમણી ફી ચુકવી એડમીશન લીધા હતા. વિદ્યાર્થીઓ અમિત જોશીની જ હોસ્ટેલમાં રહેતા હતા.કેટલાક વિદ્યાર્થીઓએ લેખિતમાં પ્રિન્સીપાલ કહેતા તેમ કર્યુ તેવો જવાબ આપ્યો છે. આ કૌભાંડમાં 33 ડાંગર કોલેજના, 9 ગેરૈયાના તેમજ ર અમરેલીની વ્યાસ કોલેજના વિદ્યાર્થીઓ હતા. જેમાંથી છેલ્લા બે વર્ષમાં ગેરૈયા અને વ્યાસ કોલેજના વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ ઇન્વર્ડ કરાયા નથી. યુનિ. દ્વારા 41 છાત્રો, ડીન અને વચેટીયા ડો.સામે આઇપીસીની કલમ 467 જેવી લગાવીને ફોજદારી કેસ નોંધાવવામાં આવશે.
કેટલાક વિદ્યાર્થીઓએ લેખિતમાં પ્રિન્સીપાલ કહેતા તેમ કર્યુ તેવો જવાબ આપ્યો છે. આ કૌભાંડમાં 33 ડાંગર કોલેજના, 9 ગેરૈયાના તેમજ ર અમરેલીની વ્યાસ કોલેજના વિદ્યાર્થીઓ હતા. જેમાંથી છેલ્લા બે વર્ષમાં ગેરૈયા અને વ્યાસ કોલેજના વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ ઇન્વર્ડ કરાયા નથી. યુનિ. દ્વારા 41 છાત્રો, ડીન અને વચેટીયા ડો.સામે આઇપીસીની કલમ 467 જેવી લગાવીને ફોજદારી કેસ નોંધાવવામાં આવશે. પરીક્ષા વિભાગને છાવરવાના પ્રયાસ
હોમીયોપેથીના કૌભાંડના જેની આગવી ભૂમિકા સંડોવાયેલી છે તેવા યુનિ.ના પરીક્ષા વિભાગને છાવરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. સમગ્ર કૌભાંડમાં પરીક્ષા વિભાગની ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ પણ પરીક્ષા વિભાગ સામે તપાસ કમીટી દ્વારા કોઇ ખાસ પગલા લેવામાં આવ્યા નથી. પ્રિન્સિપાલ તાજનો સાક્ષી, ટ્રસ્ટી કે સંસ્થાનો પણ બચાવ
ચર્ચિત હોમીયોપેથી કૌભાંડમાં યુનિ. સંલગ્ન કોલેજો પૈકી બી.એ.ડાંગર, ગેરૈયા અને વ્યાસ કોલેજના પ્રિન્સીપાલ, ટ્રસ્ટી કે સંસ્થા તરીકે અનેક બોગસ માર્કશીટો અને તબીબો બનાવ્યા બાદ કોલેજો સામે પણ પગલા લેવામાં પાછીપાની થઇ છે. તપાસ સમિતિએ કોલેજો સામે પણ યોગ્ય પગલા લેવા જોઇતા હતા. ફોજદારી અને સાથે જ માન્યતા પણ રદ કરવાની જરૂર હતી છતા નક્કર પગલા લેવાયા નથી. યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત કલંકિત ઘટના, કડક પગલા
તપાસ કમીટીએ રીપોર્ટ જાહેર કરતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિ.ના ઇતિહાસમાં પ્રથમ વખત આવી કલંકીત ઘટના બની છે જે દુ:ખદ છે. કમીટીએ ર000 ની સાલથી ડોકયુમેન્ટ મગાવ્યા હતા. જેમાં ર01ર થી પ7 વિદ્યાર્થીના નામ ખુલ્યા હતા. જેના 41 બોગસ સાબિત થયા છે તેમજ બાકીના 3નો રીપોર્ટ હજુ મળ્યો નથી. આ 41 વિદ્યાર્થીઓની ટર્મ પણ પુરી થઇ ન હતી છતાં પુરક પરીક્ષામાં વિદ્યાર્થીઓએ એકઝામ આપી હતી. આ બાબતનો અમિત જોશીએ આપેલો સંપૂર્ણ રીપોર્ટ બોગસ જાહેર થયો છે. અમિત જોશીની સાથે ડો.કાદરીની પણ આ કૌભાંડમાં આગવી ભૂમિકા રહી હતી. આ ઘટનાનો સંપૂર્ણ રીપોર્ટ દેશની તમામ યુનિ.ને મોકલવામાં આવશે અને આવા કૌભાંડ રોકવાનો પ્રયત્ન કરાશે. યુનિ. કૌભાંડો કોલેજ કાઉન્સીલવાળી હોવાથી તેની ગ્રાન્ટ રદ કરી શકિત નથી. આ ઉપરાંત કોલેજોનું આ પ્રકારની બાબતે ઇન્ફેકશન પણ કરાતું નથી. તપાસ કમીટીએ કૌભાંડ અંતર્ગત તારણો અને ભલામણોનો રીપોર્ટ કુલપતિને રજુ કર્યો છે. આ ઘટના બીજી વખત ન બને તે માટે આઇપીસીની કલમ 467 ઉમેરી આજીવન કેદ કે 10 વર્ષની સજા કરવાની પણ જોગવાઇ કરી છે. (તસવીર: દિવ્યરાજસિંહ સરવૈયા)