હૈદરાબાદ: મસ્જિદ બ્લાસ્ટ કેસમાં અસીમાનંદ સહિત તમામ નિર્દોષ

હેદ્રાબાદ તા.16
હૈદરાબાદની પ્રસિદ્ધ મક્કા મસ્જિદમાં થયેલા બ્લાસ્ટ મામલે 11 વર્ષ બાદ આજે નિર્ણય આવશે. આજે નક્કી થશે કે, આ મામલે સ્વામી અસીમાનંદ સહિત અન્ય પાંચ આરોપીઓ નિર્દોષ જાહેર થયા છે.
18 મે, 2007ના રોજ થયેલા આ બ્લાસ્ટમાં 9 લોકો માર્યા ગયા હતા, તેમજ 58 લોકો ઘાયલ થયા હતા. બાદમાં પ્રદર્શનકારીઓએ પર થયેલી પોલીસ ફાયરિંગમા પણ કેટલાક લોકો માર્યા ગયા હતા. એનઆઈએ મામલાની ચોથી અતિરિક્ત મેટ્રોપોલિટન સત્ર સહિત વિશેષ અદાલતે કેસની સુનવણી પૂરી કરી લીધી છે. આ મામલે 10 આરોપીઓમાંથી 8 લોકોની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. તેમાં નબાકુમાર સરકાર ઉર્ફએ સ્વામી અસીમાનંદનું નામ પણ સામેલ હતું. જે 8 લોકોની વિરુદ્ધ ચાર્જશીટ બનાવવામાં આવી હતી, તેમાં સ્વામી અસીમાનંદ અને ભારત મોહનલાલ રત્નેશ્વર ઉર્ફે ભરતભાઈ જમાનત પર બહાર છે અને ત્રણ લોકો જેલમાં બંધ છે.
કેસની શરૂઆતની તપાસ પોલીસે કરી હતી. તેના બાદ આ કેસ સીબીઆઈ ટ્રાન્સફર કરી દેવાયો હતો. બાદમાં 2011માં તેને એનઆઈએને સોંપવામાં આવ્યો હતો. આ મામલામાં કુલ 160 સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા હતા. જેમાં 54 સાક્ષી ફરી ગયા હતા. મસ્જિદ બ્લાસ્ટ મામલામાં બે વધુ મુખ્ય આરોપી સંદીપ વી. ડાંગે અને રામચંદ્ર કલસંગરા હજી પણ ફરાર છે.
હવે આ કેસમાં કોર્ટે સ્વામી અસીમાનંદ સહિત તમામ 5 આરોપીયોને નિર્દોષ જાહેર કર્યા છે.