ગુજરાતી ફિલ્મમાં ‘ચિત્કાર’ થતાં 20 વર્ષ લાગ્યા: હિતેનકુમાર

અત્યંત સંવેદનશીલ ફિલ્મ ‘ચિત્કાર’ની સ્ટારકાસ્ટ ‘ગુજરાત મિરર’નાં આંગણે... ગુજરાતી દર્શકોનું સારી કથાવસ્તુવાળુ મ્હેણુ અમે ભાંગ્યુ, હવે દર્શકોનો વારો : હિતેનકુમાર
આ ફિલ્મ રાષ્ટ્રીય પુરસ્કાર જીતવા સંપૂર્ણ સક્ષમ, ફિંગર ક્રોસ : હિતેન, સુજાતા
રાજકોટ તા.16
કેરિઅરનાં ર0 વર્ષ સુધી ઇન્તજાર કર્યા બાદ અંતે ચિત્કાર ફિલ્મ મળી ! આ એક એવી ફિલ્મ છે જે ગુજરાતી ફિલ્મોને એક અલગ સ્તર પર લઇ જશે, અને ફિલ્મ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવવા સક્ષમ છે. આ શબ્દો છે ગુજરાતી ફિલ્મનાં સુપર સ્ટાર હિતેન કુમારનાં ! હિતેનકુમાર અને સુજાતા મહેતા તાજેતરમાં ગુજરાત મિરર કાર્યાલયે ફિલ્મને પ્રમોટ કરવા પધાર્યા હતા. તેઓએ કહ્યું કે મેં કેરીયરની શરૂઆત ચિત્કાર નાટકમાં નાનકડા રોલથી કરી હતી ત્યારથી મારૂ સ્વપ્ન હતું કે ચિત્કારમાં હિરોનો રોલ કરૂ ! જે આજે ર0 વર્ષ બાદ પૂર્ણ થયું છે.
હિતેનકુમારે વિશેષમાં કહ્યું કે આ નાટકે દમદાર પટકથાનાં બળ પર માત્ર રાજકોટ-અમદાવાદ જ નહિ પરંતુ જ્યાં પણ ગુજરાતી વસે છે ત્યાં 800 થી પણ વધારે શો કર્યા છે. અત્યંત સંવેદનશીલ કથાવસ્તુ સાથે સમાજને જક ઝોડી દે તેવા સંદેશ સાથે આ ફિલ્મ ર0મીએ રજૂ થશે. દર્શકોની ફરીયાદ હોય છે કે ગુજરાતીમાં મરાઠી, બંગાળી જેવી સ્ટ્રોંગ સ્ટોરી લાઇન જેવી ફિલ્મો નથી બનતી. દર્શકોનું આ મ્હેણું ચિત્કાર ભાંગશે. અમે અમારૂ કામ કરી નાખ્યું છે. હવે દર્શકોનો વારો.
‘ચિત્કાર’ ફિલ્મના મેકીંગ અંગે હિતેનકુમારે કહ્યું કે આ ફિલ્મને ફિલ્મી ન બનાવી અમે બને ત્યાં સુધી રીયાલીસ્ટીક રાખી છે. ત્યાં સુધી કે ફિલ્મ સત્યતાથી નજીક રહે એ માટે અમે સાવરકુંડલા નજીક આવેલા માનસિક બીમાર લોકોના આશ્રમમાં મનોવિકલાંગ લોકો સાથે 40 દિવસ શુટીંગ કર્યુ છે. હિતેનકુમારે કહ્યું કે મેં ચિત્કાર નાટકનાં 60 શો કર્યા હતા. જે મારી કેરીયરની શરૂઆત હતી. 60માં શોએ એક નાનકડી ભુલથી દિગ્દર્શકે લોકોએ મારીને મને નાટકમાંથી કાઢી નાખ્યો હતો. આ લોકો મારી જીંદગીનો ટર્નીંગ પોઇન્ટ સાબીત થયા છે ત્યારથી એક દ્રઢ નિશ્ર્ચય કર્યો કે કંઇક કરી દેખાડવું. જો આ લાફો ન પડયો હોત તો આજે હું ચિત્કાર ફિલ્મ ન કરી શકયો હોત. ‘ચિત્કાર’ ફિલ્મ આગામી તા.ર0મીએ સમગ્ર ગુજરાતના સિનેમાઘરોમાં રીલીઝ થશે. ‘ચિત્કાર’નો આ રોલ મેં ભજવ્યો નથી પણ જીવ્યો છે: સુજાતા ‘ચિત્કાર’ નાટકમાં અદભૂત અને અત્યંત સંવેદનશીલ રોલ ભજવી નાટકને જીવંત કરી દેતા સુજાતા મહેતાએ કહ્યું કે આ રોલ મેં ભજવ્યો નથી પરંતુ જીવ્યો છે. આ નાટકમાં મે દેશ-વિદેશમાં 800 જેટલા શો કર્યા છે. જીંદગીનો મહત્વનો સમય મે આ નાટકનાં મેકીંગ અને શો દરમિયાન વિતાવ્યા છે. હું ભાગ્યશાળી છું કે ગુજરાતી નાટકોમાં અત્યંત પ્રતિષ્ઠિત રોલ મારા ભાગ્યે આવ્યો છે. સુજાતા મહેતાએ કહ્યું કે નાટક અને ફિલ્મ બન્નેમાં ઘણું અંતર છે. નાટકની કેટલીક મર્યાદા હોય છે જે બંધનો તમે ફિલ્મમાં તોડી શકો છો. સુજાતા મહેતાએ કહ્યું કે લાગણી-સંવેદનોથી લોથબોથ આ ફિલ્મ દર્શકોને જરૂરથી મળશે. ‘ચિત્કાર’ ફિલ્મ કેમ આટલી ચર્ચામાં છે ?
ચિત્કાર ફિલ્મ એ પ્રસિધ્ધ અને મુળ ગુજરાતી નાટક ‘ચિત્કાર’ પર આધારીત છે. જે સત્ય કથા પર આધારીત છે. આ નાટકનું પહેલું આયોજન વર્ષ 1983 માં થયું હતું અને ભારત અને વિદેશમાં રપ વર્ષ સુધી આ નાટક ભજવાયું હતું અને તમામ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સુપરહીટ નાટક હવે જુની તથા નવી પેઢી માટે સિલ્વર-સ્ક્રીન પર ફિલ્મ સ્વરૂપે રજૂ થવા જઇ રહ્યું છે એ તમામ ઓડીયન્સ માટે જે ક્ધટેન્ટ આધારીત ફિલ્મને પસંદ કરે છે. ચિત્કાર એ એક પેરોનોઇડ સ્ક્રિઝોફેનિક છોકરી રત્ના (સુજાતા મહેતા) વિશેની વાર્તા છે, જે હિંસક દોર સાથે વિભાજીત વ્યકિતત્વ ધરાવે છે. સિનિયર સાયકિયાટ્રીસ્ટસ મુજબ તેની માંદગીનો ઉપચાર કરવો અશકય છે. ડો.માર્કન્ડ (હિતેનકુમાર) એક તેજસ્વી મનોચિકિત્સક છે, જે તેમની કારકીર્દી અને દર્દીઓ માટે સમર્પિત છે તેઓ રત્નાના કેસ વિશે જાણે છે અને રત્નોની સારવારને એક પડકાર તરીકે સ્વીકારે છે અને તેને સામાન્ય જીવન જીવવાની તક આપે છે. આ એક સ્કિઝોફ્રેનીક દર્દી રત્ના અને તેની સારવાર કરતી વખતે ઘણી મુશ્કેલીઓ અને અવરોધોનો સામનો કરતા ડોકટર વિશેનો પ્રવાસ છે. ચિત્કાર એ માનવ સંબંધો અને લાગણીઓને દર્શાવતી સુપ્રસિધ્ધ વાર્તા છે. જેમાં સુજાતા મહેતા અને હિતેન કુમાર જેવા દિગ્ગજ કલાકારોએ પોતાનાઓ ઉત્કૃષ્ટ અભિનય નિભાવ્યો છે. સપોર્ટ કાસ્ટમાં દીપક ઘીવાલા છે જેઓ ગુજરાતી સ્ટેજ અને ફિલ્મોના વરીષ્ઠ અભિનેતા છે. અન્ય કાસ્ટમાં છાયા વોરા અને લતેશ શાહ છે. આ સાથે એકટીંગ ક્ષેત્રે આવી રહ્યા છે - ધરા રાજપરા અને મેહુલ સવાણી. (તસવીર: પ્રવીણ સેદાણી)