લોધીકાના વાજડીવડમાં શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મૂર્તિ નગર યાત્રા, યજ્ઞ સહિતના આયોજન
લોધીકા: લોધીકા તાલુકાના વાજડીવડ ગામે નૂતન
શિવાલયના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ત્રિ-દિવસીય કાર્યક્રમ યોજાશે. તા.18ના મૂર્તિનગર યાત્રા બપોરે 4-30 થી 5-30 સુધી, તા.19ના શાંતિ પૌષ્ટિક હોમ પ્રધાન હોમ તથા તા.20ના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા બપોરે 11 કલાકે યજ્ઞ પૂર્ણાહુતી બપોરે 1 કલાકે શાસ્ત્રીજી રમેશભાઈ વ્યાસ ભાગવત વકત સંપન્ન કરાવશે તેમજ 20-4 ના સાંજે 6 કલાકે મહાપ્રસાદ અને રાત્રે 9 કલાકે સંતવાણી ભજનીક શૈશેષ મારાજ લોક સાહિત્યકાર અનુભા ગઢવી લોક ગાયીકા ભારતીબેન મકવાણા સંચાલક દેવદાનભાઈ ગઢવી પોતાની આગવી શૈલીમાં લોક ડાયરો અને સંતવાણી પીરસશે.