ભારતમાં બિયારણ ક્ષેત્રે નં.1 કંપની બનશે બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્ઝ : પિન્ટુભાઇ

બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્ઝનો એસએમઈ આઈપીઓ દ્વારા મુડીબજારમાં ધમાકેદાર પ્રવેશ જર્મનીઝ મશીનરી સાથે 111 સ્પેશ્યલાઈઝડ એગ્રિકલ્ચર સીડ્ઝ વેરાયટી ધરાવતી બોમ્બે કંપની સીડ્ઝ પ્રોસેસિંગમાં ભારત જ નહીં એશિયામાં પણ ડંકો, વ્યાપક માર્કેટીંગ નેટવર્ક સાથે જ પોતાનું આગવું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાર્મ રાજકોટ તા,16
ખેતી પ્રધાન દેશમાં ખેત ઉત્પાદીત ચીજોનું વિશાળ માર્કેટ છે. ખેતરમાં ઉગાડાતી જણસીનું ઉત્તમ બિયારણ ધરાવતી રાજકોટમાં 2005 થી કાર્યરત કંપની એ માર્કેટમાં પોતાનો દબદબો જમાવ્યો છે. બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્ઝના નામથી પ્રખ્યાત આ કંપની પોતાની 111 સીડ્સ પ્રોડક્ટસ ધરાવે છે. આ સાથે જ નવી-નવી પ્રોડકટ માટે સતત રિસર્ચ કરતી રહે છે. તેમજ ભારતમાં ગુજરાત સહિત 8 રાજયોમાં કંપની પોતાનું વિશાળ નેટવર્ક ધરાવે છે અને ફોરેન ક્ધટ્રીમાં પણ પોતાનો માલ એકસપોર્ટ કરે છે.
ભારતમાં 22000 કરોડનો કારોબાર ધરાવતા સીડ્ઝ (બીયારણ) ક્ષેત્રે રાજકોટમાં કુવાડવા ખાતે આવેલી બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્ઝએ માર્કેટમાં હરણફાળ ભરી છે અને એક અલગ જ નામના ઉભી કરી મુડી બજારમાં પ્રવેશી છે. આવતા ત્રણ વર્ષમાં ભારતની નંબર-વન કંપની બનાવવાનો લક્ષ્યાંકો હોવાનું કંપનીના મેનેજીંગ ડાયરેકટર, પિન્ટુભાઇ કાકડીયાએ જણાવ્યું હતું. કંપની પાસે આધુનિક મશીનરી અને વિશાળ અનેક પ્લાન્ટો છે. ટુંકાગાળામાં જ કંપનીએ ભરપુર વિકાસ કર્યો છે. કંપની જેવું ઈન્ફ્રાસ્ટ્રકચર માત્ર ભારતમાં જ નહી એશીયાની કંપનીઓમાં પણ ભાગ્યે જ જોવા મળે તેવું છે કંપની બીયારણની જાળવણી માટે 5000 ટનનો કોલ્ડ સ્ટોરેજ ધરાવે છે. આ ઉપરાંત બીયારણની ચકાસણી માટે વાતાવરણની બીયારણ પર થતી સારી નરસી અસરો ચકાસવાની ઉત્તમ મશીનરી ધરાવે છે. સીડ્ઝમાં નવીનતમ-આધુનિક શોધ માટે રિસર્ચ ડેવલપમેન્ટની અદ્યતન સુવિધા છે. કપાસ સિવાયની કૃષિ પેદાશો શાકભાજીના સીડ્ઝ ઉપલબ્ધ કરાવે છે. કંપની ભારત, ચીન, કોરીયા, ઈટાલી, થાઈલેન્ડ જેવા વિશ્ર્વના દેશોની યુનિવર્સિટી સાથે ફરાર કરેલા છે.
વેજીટેબલ બીયારણ ક્ષેત્રમાં ખાસ બીટ, કોથમરી, વટાણા ઈટાલીયન તેમજ કારેલા, ગલકા, દુધી થાઈલેન્ડ, મરચા ચીન અને સાઉથ કોરિયાની કંપનીઓ સાથે સવિશેષ ટાઈઅપ હોવાની વિગતો એક્ઝીક્યુટીવ ડાયરેકટર હેમાંગભાઇ બક્ષીએ આપી હતી. આ ઉપરાંત ભારતની ટોપ કૃષિ યુનિવર્સિટી દિલ્હી, જવાહરલાલ, રાહુરી, બેંગ્લોર ભાભા-ટ્રોમ્બે સહિતની યુનિવર્સિટી સાથે કંપની જોડાણ ધરાવે છે. તેમજ શેરબજારમાં કંપનીના લીસ્ટીગથી વિદેશી ગ્રાહકો એજન્સીઓ સાથે એક નવા સંબંધો કેળવવા અને ગાઢ બનાવવામાં મદદરૂપ થાય છે. સીડ્ઝ ઈન્ડસ્ટ્રીઝ સંપૂર્ણપણે વરસાદ આધારીત છે. ત્યારે વાવેતર માટે ખેડુતોને માર્ગદર્શન આપવા કંપનીના નિષ્ણાંતો દેશભરમાં કાર્ય કરે છે. આથી કંપની મલ્ટીનેશનલ કંપની જેવું માળખું ધરાવે છે. ઈસ્યુને જબરદસ્ત પ્રતિસાદ: આવતીકાલે ઈસ્યુ ભરવાની અંતિમ મુદત રાજકોટથી થોડે દુર કુવાડવા ખાતે આવેલી અને ટુંક સમયમાં મોટી પ્રસિધ્ધિ મેળવી દેશની અગ્રણી કંપનીમાં સ્થાન મેળવી લેનાર બોમ્બે સુપર હાઈબ્રીડ સીડ્ઝનો ઈસ્યુ 12મી એપ્રિલે ખુલ્લો મુકવામાં આવ્યો છે અને આજે મોટાભાગનો ઈસ્યુ ભરાઈ ગયો છે. એસએનઆઈ શ્રેણીમાં ઉત્તમ પ્રતિસાદ મેળવ્યો છે. તેમ રીટેઈલ શ્રેણીમાં આ ઈન્વેસ્ટરોએ ઉત્સાહ બતાવ્યો છે. આવતીકાલ તા.17 એપ્રિલ સુધીમાં અનેકગણો ઈસ્યુ ભરાય જાય તેવી શકયતા શેરબજારના નિષ્ણાંતો દર્શાવી રહ્યા છે. એગ્રિકલ્ચર સીડ્ઝમાં મલ્ટીનેશનલ કંપનીઓને હંફાવશે બીએસએચએસએલ
બોમ્બે સુપર હાઈબ્રિડ સીડ્ઝ લીમીટેડના મેનેજીંગ ડાયરેકટર પિન્ટુભાઇ કાકડીયાએ જણાવ્યું હતું કે કંપની ખુબ જ ટુંકા ગાળામાં ઝડપી વિકાસ કર્યો છે ભારતની નંબર-વન સીડ્ઝ કંપની બનાવવાના લક્ષ્યાંક સાથે શાકભાજીની બ્રાન્ડ બજારમાં મુકાશે મીનરલ વોટર આધારે શાકભાજીને ‘ટેસ્ટ પ્રોડકટ’ તરીકે મુકવામાં આવશે જે માટે હાલ રિસર્ચ ચાલી રહ્યું છે. મગફળી અને ડુંગળીના બીયારણમાં કંપનીની ધમાકેદાર કામગીરી રહેશે. ભારતની મલ્ટીનેશનલ કંપનીઓને હંફાવશે. હાલ 111 સીડ્ઝ પ્રોડકટ ધરાવે છે અને 110 કરોડનું ટર્નઓવર ધરાવે છે. બોમ્બે સુપર સીડ્ઝ હેઠળ બ્રાન્ડ ધરાવતી કંપનીનું ટર્નઓવર 2014માં 16.23 કરોડનું હતું. તે 2017માં 110 કરોડ પર છે. (તસવીર: પ્રવીણ સેદાણી)