ગુજરાત બાર એસો.ની ચૂંટણીમાં જામનગરના ધારાશાસ્ત્રી ત્રીજીવાર વિજેતા

જામનગર તા,16
ગુજરાત બાર એસો.ની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી અને તેની મતદાનની પ્રક્રિયાઓ હાથ ધરાયા પછી ગઇકાલે મતગણતરી પૂર્ણ થઇ હતી. રાજયની 25 બેઠકોની યોજાયેલી આ ચૂંટણીમાં જામનગરના ધારાશાસ્ત્રી મનોજભાઇ અનડકટ સતત ત્રીજી ટર્મમાં વિજેતા થયા છે. તેઓ આગઉ બે ટર્મથી ગુજરાત બાર. એસો.ની ચૂંટણીમાં જામનગર તરફથી પ્રતિનિધિત્વ કરીને ચૂંટાઈ આવ્યા છે અને આ વખતે ત્રીજી ટર્મમાં પણ તેઓ વિજેતા બનતા જામનગરના બાર એસો. દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.