જામનગરમાં બે પરપ્રાંતીય ઠગને પકડી લમધારી નાંખતા લોકો

ધોઇ આપવાના બહાને વૃધ્ધાના હાથમાંથી સોનાની બંગડી ઉતરાવી પણ લોકોને શંકા જતા પકડી લમધારી પોલીસને સોપ્યા જામનગર તા.16
જામનગરના વંડાફળી વિસ્તારમાં રહેતા જયવંતીબેન ઇન્દુલાલ ત્રિવેદી નામના 80 વર્ષના બુજુર્ગ મહિલાને ઘરે આજે બપોરે એકાદ વાગ્યાના અરસામાં બે પરપ્રાંતિય શખ્સો આવ્યા હતા અને વૃધ્ધાને વાતોમાં ભોળવી સોનુ ધોઇ આપવાના બહાને વૃધ્ધાની બે સોનાની બંગડીઓ ઉતરાવી લીધી હતી અને ભાગવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પરંતુ આસપાસના રહેવાસીઓને જાણ થઇ જતા તુરંત જ ટોળુ એકત્ર થઇ ગયું હતું અને બંન્ને પરપ્રાંતિયોને પકડી પાડી મેથીપાક ચખાડયો હતો.
આ ઘટના પછી બન્ને શધ્સોને સીટી એ ડીવી પોલીસમથકમાં લઇ જવાયા હતા અને સીટી ઇન્સ્પેકટર સકસેનાને સુપ્રત કરી દેવાયા હતા. જ્યાં બંનેની આકરી પુછપરછ શરૂ કરવામાં આવી છે. તેઓએ જામનગરમાં અન્ય કોઇ વ્યકિતને નિશાન બનાવ્યા છે કે કેમ તે જાણવા માટે આકરી પુછપરછ કરાઇ રહી છે.
મકાનમાં ચોરી
કાલાવડ તાલુકાના લલાઇ ગામે કોઇ જાણભેદુ મકાનનું તાળુ ખોલી બેડરૂમમાં રહેલા કબાટની ચાવી લાકડાની આડશમાં રાખી હતી જ્યાંથી ચાવી ઉપાડીને કબાટ ખોલી અંદરથી રૂા.17પ00 ની રોકડ રકમની ઉઠાંતરી કરી ગયા હતા. ચોરીના આ બનાવ અંગે પટેલ ખેડૂતે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
એસીડ પી લઇ આત્મહત્યા
જામનગરમાં નવાગામ (ઘેડ) ઇન્દીરા સોસાયટીમાં રહેતી મીનાબેન ઇશ્ર્વરભાઇ મકવાણા નામની 47 વર્ષની પરણીત યુવતીએ ગઇકાલે પોતાના ઘરે કોઇ અકળ કારણોસર એસીડ પી આપઘાત કર્યો હતો. તસવીર:સુનિલ ચુડાસમા