અક્ષય તૃતિયા: સોના-ચાંદી ખરીદવાનું શુભ શુકનવંતુ મુહૂર્ત

મંદી અને મોંઘવારીના માહોલમાં પણ એક દિવસ ખરીદી અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે અક્ષય તૃતિયા એટલે શુભ ક્ષણોનો દિવસ તેને વણજોયું મુહૂર્ત કહેવાય છે. તેથી આ દિવસે સારા કામોની શરૂઆત કરવામાં આવે છે તેમજ સોના ચાંદી વગેરેની ખરીદી પણ શુભ માનવામાં આવે છે. ચાહે ગમે તેટલી મંદી હોય કે મોંધવારી હોય લોકો આ દિવસે નાની મોટી ખરીદી કરે છે. એટલે સોના ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલ જ્વેલર્સ અને સમગ્ર સોની બજારમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે. લોકો કેવી કેવી ખરીદી કરે છે. અને હાલ બજારનો તેમજ ફેશનનો ટે્રન્ડ શું છે તે જોઇએ. ઘરેણા સ્ત્રીઓ પુરતા મર્યાદિત રહ્યા નથી. બજારમાં પુરૂષો માટે પણ બે્રસલેટ, ચંદન વીંટી ઉપલબ્ધ છે ભાવના દોશી
ભારતીય સંસ્કૃતિએ ધર્મ અને વિજ્ઞાન પર આધારિત છે. દરેક ક્રિયા કયાંકને કયાંક ધર્મ અને વિજ્ઞાન સાથે જોડાયેલ છે.
આપણી પ્રાચીન પરંપરામાં જુદી જુદી ધાતુઓના જુદા જુદા ઉપયોગ થતા હતા આપણું શરીર પંચમહાભુત નું બનેલું છે. તેથી દરેક ધાતુ પણ શરીરને કોઇને કોઇ રીતે અસર કરે છે. એક સમયમાં ચલણી સિકકા, જમવાના વાસણ વગેરે ચાંદીમાંથી બનાવવામાં આવતાં હાલમાં નેગેટીવ અસરથી બચવા લોખંડનો ઉપયોગ થાય છે. નજર ન લાગે તે માટે લોખંડની વીટી ઘણા લોકો પહેરતા હોય એજ રીતે ચાંદી અને સોનાના આભુષણો ઉપરાંત હીરા અને જુદા જુદા સ્ટોન્સ પણ શરીર પર ધારણ કરવાથી જુદી જુદી અસરો ઉભી થાય છે. અને કદાચ એટલેજ પહેલાના સમયમાં રાજા મહારાજા પણ ગળામાં કાનમાં માથા પર મુગટ વગેરે પહેરતા જુદા જુદા નંગ પહેરવાનું તો હવે સામાન્ય બની ગયો છે એક સમયમાં પુરૂષો અને સ્ત્રીઓ બંને આભુષણો પહેરતા.
જો વર્તમાન સમયની વાત કરીએ તો આભુષણો મોટાભાગે સ્ત્રીઓજ પહેરે છે. પુરૂષો ચેઇન કે વીટી પહેરતા હશે. સોનુ અને ચાંદી એ શરીર પર પોઝીટીવ અસર કરે છે તેથી જ શરીરને સ્પર્શ થાય તે રીતે પહેરવામાં આવે છે. જેમ કોઇ જ્યોતીષ કોઇ પણ નંગ શરીરને સ્પર્શે તે રીતે પહેરવાનું સુચન કરે છે કારણકે તે નંગ શરીરને સ્પર્શવાથી શરીરની ક્રિયામાં ફેરફાર થાય છે. એ જ રીતે સોના ચાંદીના ઘરેણા પણ શરીરને સ્પર્શે તે રીતે પહેરવાની પોઝીટીવ ઉર્જાનો સંચાર થાય છે.   સોના કરતા ડાયમંડ દરેક રીતે ફાયદો આપે છે
છેલ્લા 45 વર્ષથી જ્વેલરીના બિઝનેસ સાથે સંકળાયેલા અમદાવાદના માણેકરત્ન જવેલર્સના રાજુભાઇ ઝવેરીએ હાલના નવા ટ્રેન્ડની વાત કરતા જણાવ્યું કે નવો ટ્રેન્ડ એન્ટી ગોલ્ડનો છે જેમાં પ્લેન ગોલ્ડ સાથે કુંદનનું વર્ક કે સ્ટોન કે ડાયમન્ડ હોય છે. આ સાથે ગોલ્ડમાં વાઇટ ગોલ્ડ અને રોઝ ગોલ્ડ પણ ફેશનમાં છે અત્યારનો સમય મલ્ટીકલર ગોલ્ડનો છે. ઉપરાંત 2019-20માં ગ્રીનીશ બ્લુઇશ અને બ્લેકીશ ગોલ્ડ પણ જોવા મળશે. રીયલ ડાયમન્ડ અંગે કેટલીક ગેરમાન્યતા લોકોમાં જોવા મળે છે. શુકન અપશુકન લોકો માને છે તે વાતનું ખંડન કરતા રાજુભાઇએ જણાવ્યું કે હીરો જો રાઇટ સોર્સમાંથી સારી ક્વોલીટીનો ખરીદો તો એ સોના કરતા પણ વધુ વળતર આપે છે. આપણી ગુજરાતીઓની મકાન વાહન વગેરે માટે પણ આવી જ માન્યતા હોય છે કે મકાન વાહન સદયું હીરામાં પણ આવું જ થાય છે. બાકી હીરાને કારણે કાંઇ જ નુકશાન થતું નથી
નવો ટ્રેન્ડ એન્ટી ગોલ્ડનો છે જેમાં પ્લેન ગોલ્ડ સાથે કુંદનનું વર્ક કે સ્ટોન કે ડાયમન્ડ હોય છે. આ સાથે ગોલ્ડમાં વાઇટ ગોલ્ડ અને રોઝ ગોલ્ડ પણ ફેશનમાં છે અત્યારનો સમય મલ્ટીકલર ગોલ્ડનો છે. ઉપરાંત 2019-20માં ગ્રીનીશ બ્લુઇશ અને બ્લેકીશ ગોલ્ડ પણ જોવા મળશે. રીયલ ડાયમન્ડ અંગે કેટલીક ગેરમાન્યતા લોકોમાં જોવા મળે છે. શુકન અપશુકન લોકો માને છે. હીરો જો રાઇટ સોર્સમાંથી સારી ક્વોલીટીનો ખરીદો તો એ સોના કરતા પણ વધુ વળતર આપે છે. આપણી ગુજરાતીઓની મકાન વાહન વગેરે માટે પણ આવી જ માન્યતા હોય છે કે મકાન વાહન સદયું હીરામાં પણ આવું જ થાય છે. બાકી હીરાને કારણે કાંઇ જ નુકશાન થતું નથી.
ડાયમન્ડની સાથે સાથે પોખરાજ(ગુરૂ), રૂબી(માણેક), એમરાલ્ડ(પન્ના)નું ચલણ ભારતમાં વિશેષ છે. વિદેશમાં સેફાયર એટલેકે બ્લુ રંગના સ્ટોનનું પણ મહત્વ છે અને હાલમાં તો મોતીનો પણ ઉપયોગ સુંદર રીતે થાય છે.સ્ટોનની વાત કરીએ તો ભારતમાં લોકો જ્યોતિષની દૃષ્ટ્રીએ જ ચોક્કસ પ્રકારના સ્ટોનની પસંદગી કરે છે. બાકી શોખ હોય તો લોકો ઇમીટેશન પહેરી શોખ પૂરો કરી લે છે સ્ટોન અથવા તો ડાયમન્ડમાં ઓરિજનલ અને ડુપ્લીકેટનાં ભાવમાં જમીન આસમાનનો ફેર હોય છે. તેનો આધાર કટ, કલર, ક્લેરીટી અને કેરેટ પર હોય છે. કટમાં ગોળ એટલેકે બ્રિલિયન્ટ, પ્રિન્સસે કટ, ઓવન, ડ્રોપ, પીઅર વગેરે કટ હોય છે. કંકાવટીથી લઇને કોઠી સુધીની વિશાળ રેન્જ
સિલ્વરમાં પોપ્યુલર લગ્ન પ્રસંગ હોય કે પછી કોઇને શુભ પ્રસંગમાં ગીફટ આપવાની હોય તો ચાંદીની વસ્તુ લોકો પસંદ કરતા હોય છે. જેમાં ચાંદીના સિક્કાથી લઇને ગ્લાસ, ટ્રે, મુખવાસદાની તેમજ પૂજાની સામગ્રી માટે દીવેલીયું અગરબતી સ્ટેન્ડ વગેરે અનેક વસ્તુઓ મળી રહી છે.
શરૂઆતથી લઇને આજ સુધી ચાંદીમાં 90 ટચ થી 100 ટચની વસ્તુ જ હોય છે. વેરાયટીમાં ગીફટ આર્ટીકલ્સથી લઇને ઓનોમેન્ટસમાં પણ મોટી રેન્જ જવા મળે છે. જેમાં પગના વીછીયા, ઝાંઝર, ઝુડા, બલોયા, પગપાન, પજા જેવી અનેક વેરાયટી છે.
અક્ષય તૃતીયામાં લોકો કંઇક નાની મોટી શુકન માટે પણ સોના ચાંદીની વસ્તુ ખરીદી છે ખાસ ડીસ્કાઉન્ટની વાત કરતા તેમણે જણાવ્યું કે, પોતાની દુકાનમાં જે મજુરીનો ભાવ છે તે હોલસેલ ભાવ જ રાખવામાં આવ્યો છે. તેથી ગ્રાહકોને અન્ય દુકાન કરતા પોપ્યુલરમાં સારી અને સસ્તી વસ્તુ મળી રહે છે.
- વજુભાઇ આડેસરા
પોપ્યુલર જવેલર્સ   શણગાર અને સ્વાસ્થ્ય માટે ઉપયોગી ઘરેણા કહેવાય કે સ્ત્રીઓ જે મંગળસુત્ર પહેરે છે તે હૃદયને સ્પર્શે તે રીતે પહેરવામાં આવે છે જે શરીરના હૃદયચક્રને શુધ્ધ કરે છે.
સોનાની બંગડી પહેરવાથી કાંડા પર વજન આવે છે જે કોર્ષો અને નસ હૃદય સુધી સ્પર્શે છે અને તેથી જ મહીલા આનંદિત રહે છે લગ્ન પછી લીલી બંગડી કે લાલ બંગડી પહેરવાનો રિવાજ છે જે કલરથી પણ મન આનંદમાં રહે છે.
નાકમાં પહેરાતી નથ કે પછી કાનમાં પહેરાતા કુંડળ શરીરના એ પોઇન્ટ પર પ્રેશર આવે છે જેના કારણે અમુક રોગોની શકયતા નથી.
જે રીતે હાલ એકયુપ્રેસર શરીરના પોઇન્ટ પર પ્રેશર આપવાથી ફાયદો મળે છે તેજ રીતે હાથમાં જુદી જુદી વીટી કે પોંચો અને પગમાં વિછીયા અને પાયલ એવી જ અસર કરે છે.
માથા પર લગાડવામાં આવતો ટીકો જે આજ્ઞાચક્રને સ્પર્શ છે અને તેને બેલેન્સ કરે છે.
કંદોરો કે ઝુડો પણ એટલેજ પહેરવામાં આવતો કે જે સ્ત્રીઓના કમરનો દુખાવામાં મદદરૂપ થઇ શકે તેમજ સ્વાધિપન ચક્રને પણ અસર કરે
પહેલાના સમયમાં વાળના શણગાર માટે પીન, ચીપીયા, ફુલો વગેરે સોનાના રહેતા જેનું કારણ પણ તાળવાના ભાગે રહેલ સહસ્ત્રાર ચક્રને બેલેન્સ કરવાનું જ હશે.
આયુર્વેદિક દવામાં પણ સુર્વર્ણ ભસ્મનો ઉપયોગ થાય છે.
અમુક ઘરેણા ચાંદીના બનાવવામાં આવે છે. તેની પાછળ પણ વૈજ્ઞાનિક કારણ છે તેમાં રહેલ તત્વ જીવાણુંનાશક હોય છે તેમજ ચાંદી શાતા કરી છે. કદાચ એટલે જ ચાંદીના વાસણમાં જમાવવામાં આવતું.
પુજાના વાસણળો હમેશા ચાંદીના હોય છે જેમાં દિવાથી લઇને પ્રસાદની થાળી વાટકા બધુ જ આવી જાય છે.
નાના બાળકોને પણ હાથમાં કડલા, પગમાં ઝાંઝર, તથા અમુક લોકો ખાસ કંદોરો પહેરાવે છે જેના કારણે બાળક શાંત રહે છે.
સ્ત્રોઓ પગમાં પહેરેલ ઝાંઝર કે પછી આંગળીમાં પહેરેલ વીછીયા પણ ચાંદીના હોય છે.
પગની નસને તો અસર કરે જ છે પરંતુ તેનો મધુર અવાજ સ્ત્રોઓને આનંદમાં રાખે છે.
દવામાં પણ તેની ભસ્મનો ઉપયોગ થાય છે. કંકાવટીથી લઇને કોઠી સુધીની વિશાળ રેન્જ
સિલ્વરમાં પોપ્યુલર લગ્ન પ્રસંગ હોય કે પછી કોઇને શુભ પ્રસંગમાં ગીફટ આપવાની હોય તો ચાંદીની વસ્તુ લોકો પસંદ કરતા હોય છે. જેમાં ચાંદીના સિક્કાથી લઇને ગ્લાસ, ટ્રે, મુખવાસદાની તેમજ પૂજાની સામગ્રી માટે દીવેલીયું અગરબતી સ્ટેન્ડ વગેરે અનેક વસ્તુઓ મળી રહી છે.
શરૂઆતથી લઇને આજ સુધી ચાંદીમાં 90 ટચ થી 100 ટચની વસ્તુ જ હોય છે. વેરાયટીમાં ગીફટ આર્ટીકલ્સથી લઇને ઓનોમેન્ટસમાં પણ મોટી રેન્જ જવા મળે છે. જેમાં પગના વીછીયા, ઝાંઝર, ઝુડા, બલોયા, પગપાન, પજા જેવી અનેક વેરાયટી છે.
અક્ષય તૃતીયામાં લોકો કંઇક નાની મોટી શુકન માટે પણ સોના ચાંદીની વસ્તુ ખરીદી છે ખાસ ડીસ્કાઉન્ટની વાત કરતા તેમણે જણાવ્યું કે, પોતાની દુકાનમાં જે મજુરીનો ભાવ છે તે હોલસેલ ભાવ જ રાખવામાં આવ્યો છે. તેથી ગ્રાહકોને અન્ય દુકાન કરતા પોપ્યુલરમાં સારી અને સસ્તી વસ્તુ મળી રહે છે.
- વજુભાઇ આડેસરા
પોપ્યુલર જવેલર્સ નવી પેઢી પસંદ કરે છે લાઈટ વેઈટ જ્વેલરી
રાજકોટમાં સોની બજારમાં 1984 થી આરંભ કરીને આજ સુધી કે.ડી.જવેલર્સનું નામ આગવું છે. કાંતિલાલ દામજીભાઇ રાધનપુરાએ પોતાના નામ
પરથી કે.ડી. જ્વેલર્સની સ્થાપના કરી હતી.
આજે જાહેરાત અને નવી નવી બ્રાન્ડ બજારમાં ઉપલબ્ધ હોવાથી યંગ જનરેશન એ તરફ વળે છે પરંતુ જે ડીઝાઇન કારીગરો દ્વારા બનાવવામાં આવે છે એ પારંપારીક ડીઝાઇન બ્રાન્ડેડ જવેલરીમાં મળશે નહીં. તેનો મેકીંગ ચાર્જ પણ વધુ હોય છે. જ્યારે લોકલ શો રૂમમાં જે-તે ગ્રાહકો નિયમિત રીતે આવતા હોવાથી કવોલિટીમાં કોઇ બાંધછોડ કરવામાં આવતી નથી તેમજ વિશ્ર્વાસથી આવતા ગ્રાહક પાસે ઘડામણ એટલે કે મજુરી પણ વધુ લેવામાં આવતી નથી.
કવોલિટી મેઇન્ટેઇન દ્વારા ગ્રાહકોનો સંતોષ વિશ્ર્વાસ સંપાદન કરી શકાય છે. આ ઉપરાંત સમય સાથે નવા ટ્રેન્ડ મુજબ ડીઝાઇન બનાવવી તેમજ વ્યવહારીક કુશળતા દ્વારા આજે નિયમિત ગ્રાહક વર્ગની સંખ્યા ખુબ મોટી છે. હાલમાં લાઇટ વેઇટ જવેલરી લોકો વધુ પસંદ કરે છે. ઉપરાંત નવી પેઢી પોતાના ડ્રેસને અનુરૂપ સ્ટોનની જવેલરી પણ પસંદ કરે છે.
- મહેન્દ્રભાઈ રાધનપુરા
કે.ડી.જવેલર્સ, રાજકોટ પોલકી અને એન્ટિક ગોલ્ડ જ્વેલરીનો લેટેસ્ટ ટ્રેન્ડ
ફીનીશીંગ, પેટર્ન અને ગુણવતાના કારણે આજની નવી પેઢીમાં પણ જે નામ જાણીતું છે તે પ્રેમજી વાલજી જવેલર્સ છે નવા ટ્રેન્ડ વિશે જણાવ્યુ કે, ખાલી ગોલ્ડ હપ્તા જડાઉ પોલકી અને એન્ટિક ગોલ્ડ જવેલરી ટ્રેન્ડમાં છે. નવી પેઢી થોડા લાઇટ વેઇટની જવેલરી માંગે છે તો પુરૂષો પણ જવેલરીની ખરીદી કરતા હોય છે. જેન્ટસમાં રીંગ, બ્રેસલેટ, વોચીઝ, ચેન વગેરે પહેરવાની હાલ ફેશન છે. ગોલ્ડમાં હાલ રોજ ગોલ્ડ વાઇટ ગોલ્ડ પણ ફેશનમાં ઇન છે.
જવેલરીમાં જુદા જુદા નંગ તેમજ સ્ટોનનું પણ મહત્વ છે. ડાયમન્ડ રૂબી, સેફાયર, એમરાલ્ડ વગેરે સ્ટોન લોકો શોખથી પહેરે છે. તેમજ દરેકની અલગ અલગ લાક્ષણિકતા હોવાથી બર્થ સ્ટોન પોતાના ગ્રહો મુજબ લોકો પસંદ કરતા હોય છે. અક્ષય
તૃતિયા
સ્પેશિયલ ઓફર
રાજકોટ ગોલ્ડ એસોસિએશનના નક્કી કર્યા મુજબ અક્ષય તૃતિયાના શુભ શુકનમાં ખરીદી કરતા ગ્રાહકોને મજુરીમાં 10 ગ્રામે 1રપ0 રૂા. ડીસ્કાઉન્ટ આપવામાં આવશે
તથા ડાયમંડની જવેલરીનાં ઘડામણમાં મજુરીમાં
પ0 ટકા ડીસ્કાઉન્ટ
આપવામાં
આવશે. હાલ પદ્માવતી ફિલ્મના કારણે જડતર પણ વધુ ડિમાન્ડમાં
પોતાને દાગીનાનો શોખ હતો અને તેમજ પોતે પહેરેલા દાગીના તેમજ પોતાની ચોઇસ લોકોને ગમતી તેથી આ ફિલ્ડમાં આવેલ દીપા જણાવ્યું કે, છેલ્લા દસ વર્ષથી પોતે આ બિઝનેશ સાથે સંકાળાયેલા છે.
પ્યોર ગોલ્ડ લોકો વાંરવાર પહેરતા નથી. અને બેંકના લોકરમાં મુકી રાખે છે. તેથી તેમણે સિલ્વરમાં ગોલ્ડ ઇફેકટ આપી.
ઓનોમેન્ટસ બનાવવાનું વિચાર્યુ અમદાવાદમવાં દીપાજ જવેલર્સ ધરાવતા દિપાબેન ઓનોમેન્ટસના લેઇટેસ્ટ ટ્રેન્ડની ડિઝાઇન કરાવી તેના પર ગોલ્ડ, રોઝ ગોલ્ડ પોલીસ કરીને તેમજ વિવિધ પ્રકારના સ્ટોન, પર્લ, જડતર, વગેરેનો ઉપયોગ કરીને આકર્ષક ડિઝાઇન તૈયાર કરે છે. જે ખરેખર પ્યોર ગોલ્ડને પણ ટકકર મારે તેવી છે દરેક ઉમરના કસ્ટમર આવતા હોવાથી તેમણે લાઇટ વેઇટથી લઇને હેવી રેન્જ રાખવી પડતી હોય છે. લેઇટેસ ટ્રેન્ડની વાત કરતા દિપાબેન જણાવ્યું કે, અત્યારે કુંદન, વિલન્દી ડાયમન્ડ લુક, તેમજ હાલ પદ્માવતી ફિલ્મના કારણે જડતર પણ વધુ ડિમાન્ડમાં છે.
સાઉથની ડિઝાઇન અને જડતર બંનેનો ઉપયોગ કરીને એકદમ એન્ટિક ગોલ્ડનની લાગે તેવી રીઅલ ડિઝાઇનની ખુબ જ સુંદર જવેલરી તેમણે અક્ષય તૃતીયા માટે બજારમાં મુકી છે.
કવોલીટી અને ફિનીસીંગ પર ભાર મુકતા દિપાબેન ત્યાં 1500 થી લઇ ને 50000 રૂપિયા સુધીના દાગીના છે.
- દિપા શાહ
દિપા’ઝ કસ્ટમાઇઝ જ્વેલરી