જામનગરમાં પોલીસકર્મીઓની અરસપરસ બદલી


જામનગર તા,16
જામનગર શહેરના સીટી એ અને બી ડીવી. પોલીસ હેડકવાર્ટર, મેઘપુર પો.સ્ટેશન, લાલપુર પો.સ્ટેશન ઉપરાંત એસ.ઓ.જી. શાખામાં ફરજ બજાવતા જુદા જુદા તેર પોલીસ કર્મચારીઓની જામનગરના જિલ્લા પોલીસ વડા દ્વારા આંતરીક ફેરબદલીઓ કરવામાં આવી છે અને ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી એએસઆઈ, હેડ. કોન્સ. તેમજ પોલીસ કોન્સ. વગેરે 13 કર્મચારીઓને આંતરીક ફેરબદલી કરાઈ છે.