કાલાવડના ખાનકોટડામાં કપડા ધોવા ગયેલી યુવતી પર ગામના શખ્સનું દુષ્કર્મ

જામનગરમાં કારબાઈક ટકરાતા બેને ઈજા : દુકાનમાં ચાર શખ્સોની તોડફોડ
જામનગર તા,16
કાલાવાડ તાલુકાના ખાનકોટડા ગામમાં રહેતી એક પરિણીત યુવતી ગઇકાલે ગામના અવેડા પાસે કપડા ધોવા માટે ગઇ હતી જે દરમ્યાન ખાનકોટડા ગામમાં જ રહેતો બાબુભાઇ ભીખાભાઇ તરાવીયા નામનો પટેલ શખ્સ ત્યાં ધસી આવ્યો હતો અને અવેડાની બાજુમાં આવેલી ઓરડીમાં લઇ ગયો હતો જયાં તેણીને મરજી વિરુધ્ધ બળજબરી પૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો.
ત્યારપછી આ બનાવની કોઇને જાણ કરશે અથવા પોલીસ ફરીયાદ કરશે તો તેણીને તેમજ તેણીના પતિને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી અને ભાગી છુટ્યો હતો જેથી ભોગ બનનાર પરણીત યુવતીએ કાલાવાડ ગ્રામ્ય પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો અને પોતાની સાથે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે બાબુભાઇ તરાવીયા સામે ફરીયાદ નોંધાવતા કાલાવડ ગ્રામ્ય પોલીસે આરોપી સામે આઈપીસી કલમ 376 અને 506 (2) મુજબ ગુન્હો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરીછે. જયારે ભોગ બનનારની તબીબી ચકાસણી કરવામાં આવી છે.
બાઈકની ટકકરમાં બે ને ઈજા
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા શૈલેષભાઇ દેવશીભાઇ અને તેના મિત્ર પ્રવિણભાઇ ગઇકાલે પ્રવિણભાઇના જીજે10 સીકે 8285 નંબરના બાઈક ઉપર બેસીન રણજીત સાગર રોડ ઉપરથી પસાર થઇ રહ્યા હતા અને પ્રવીણભાઇ બાઈક ચલાવતા હતા.
જે દરમ્યાન પુરપાટ વેટે આવી રહેલી જીજે1 કેજી 7147 નંબરની એસન્ટ કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં શૈલેષભાઇ તેમજ પ્રવીણભાઇને ફ્રેકચર સહિતની ઈજા થવાથી સારવાર માટે જામનગરની જીજી હોસ્પીટલમાં દાખલ કરાયા છે. પોલીસ કારના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
વેપારીને મારકુટ
જામનગરમાં મહાપ્રભુજીની બેઠક પાસે રહેતા અને ટાઉનહોલ નજીક ભારત સ્કૂલ બેગ નામની દુકાન ચલાવતા વેપારી સલીમભાઇ બાબુભાઇ બ્લોચ (ઉ.વ.50)એ પોતાના ઉપર તેમજ પોતાના કર્મચારી પર હુમલો કરવા અંગે અને પોતાની દુ
કાનમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડવા અંગે ચાર અજ્ઞાન શખ્સો સામે ફરીયાદ નોંધાવી છે જેમાં સીટી એ ડીવીઝન પોલીસ આઈપીસી કલમ 323, 325, 427, 114 અને જીપીએકટ કલમ 135(1) મુજબ ગુન્હો નોંધ્યો છે.
ચારેય આરોપીઓ દુકાનમાં ખરીદી કરવા માટે ગ્રાહકના શ્ર્વાંગમાં આવ્યા હતા અને પહેરવાની ટોપી ખરીદવા અંગે બોલાચાલી કર્યા પછી વેપારે વગેરે ઉપર હુમલો કરી દીધો હતો સાથો સાથ દુકાનમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડી હતી.