સુરતને હરાવી યજમાન જામનગરની મેયર ઇલેવન ચેમ્પિયન

ઇન્ટર કોર્પોરેશન ડે-નાઇટ-ટી-20 ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન જામનગર ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં ભારે રસાકસી બાદ યજમાન ટીમે અંતિમ બોલમાં ચાર રન મેળવી સુરતની ટીમને પરાસ્ત કરી જામનગર,તા.16
ગુજરાતની આઠેય મહાનગરપાલિકાની ઇન્ટર કોર્પોરેશન ડે-નાઇટ 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટમાં સુરત અને જામનગરની મેયર ઇલેવનો વચ્ચ્ે દિલધડક અને રોમાંચક ફાઇનલ મેચ રમાયો હતો જેમાં ભારે રસાકસી પછી મેચના અંતીમ બોલમાં 4 ફટકારીને જામનગરની મેયર ઇલેવન વિજેતા બની હતી.ઇન્ટર કોર્પોરેશન ટુર્નામેન્ટમાં જામનગરની ટીમ સતત ત્રીજી વખત ચેમ્પીયન બની છે. આ ઉપરાંત સુરત કોર્પોરેશનની કમિશ્ર્નર ઇલેવન અને જામનગર કોર્પોરેશનની કમિશ્ર્નર ઇલેવન વચ્ચેની ફાઇનલ મેચમાં સુરતની કોર્પોરેશનની કમિશ્ર્નર ઇલેવને જવલંત વિજય મેળવી લઇ ચેમ્પીયને બની હતી.
જામનગરના અજીતસિંહજી ક્રિકેટ મેદાનમાં છેલ્લા એક સપ્તાહથી ગુજરાતની અમદાવાદ - રાજકોટ - જામનગર - સુરત - જૂનાગઢ - વડોદરા સિ!તની આઠ મહાનગરપાલિકાઓની મેયર ઇલેવનો તેમજ કમિશ્ર્નર ઇલેવન વચ્ચે ઇન્ટર કોર્પોરેશન ડે-નાઇટ 20-20 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી અને જામનગર કોર્પોરેશન દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં જામનગરની કમિશ્ર્નર ઇલેવન તેમજ મેયર ઇલેવન પણ ફાઇનલમાં પહોંચી હતી. જે બન્ને ટીમોનો ફાઇનલો મુકાબલો અજીતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયો હતો. જેમાં પ્રથમ મુકાબલામાં સુરતની કમિશ્ર્નર ઇલેવન 230થી વધુનો સ્કોર ખડો કરી લઇ જામનગરની કમિશ્ર્નર ઇલેવન સામે ચેમ્પીયન બની હતી.
તેજ રીતે બીજો દિલધડક ફાઇનલ મુકાબોલ સુરતની મેયર ઇલેવન તેમજ જામનગરની મેયર ઇલેવન વચ્ચે રમાયો હતો જેમાં સુરતની મેયર ઇલેવને પ્રથમ દાવ લઇ 126 રન બનાવ્યા હતા. જેના જવાબમાં જામનગર ઇલેવને 9 ઓવરના અંતે માત્ર 64 રન બનાવી મહત્વની પાંચ વિકેટો ગુમાવી દીધી હતી. ત્યાર પછી કોર્પોરેટર આનંદ રાઠોડ અને મારભણ ભાટુએ સાતત્યપૂર્ણ રમત રમીને સ્કોર બોર્ડને આગળ ધપાવ્યું હતું. ત્યાર પછી કોર્પોરેટર આનંદ રાઠોડ અને મારમણ ભાટુએ સાતત્યપૂર્ણ રમત રમીને સ્કોર બોર્ટને આગળ ધપાવ્યું હતું. મેચની અંતીમ બે ઓવરો બાકી હતી ત્યારે મેરામણ ભાટુ પણ આઉટ થયા હતા. અને જીત માટે 18 બોલમાં 25 રનનો લક્ષ્યાંક હતો. ભારે ચડાવ ઉતાર અને રસાકસી પછી અંતીમ છ બોલમાં 12 રનની જરૂરીયાત હતી ત્યારે આનંદ રાઠોડે ફાકડી ફટકાબાજી કરી મેચમાં રોમાંચ લાવી દીધો હતો અને અતીમ બોલમાં ત્રણ રનની જરૂરીયાત હતી આ સમયે અંતીમ બોલમાં 4 ફટકારી ઝળહળતો વિજય મેળવી લીધો હતો. ઇન્ટર કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી તમામ મહાનગરો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ છે જેમાં જામનગરની ટીમે સતત ત્રીજા વર્ષે પણ ઝળહળતો વિજય બની હેટ્રીક નોંધાવી છે. (તસવીર:સુનીલ ચુડાસમા)