આજની પ્રાર્થના

માલ શોધે છે માલિકને
ઓ દેવાધિદેવ !
તારી કેટલી રાહ જોઉં ? તને મળવા કયાં જાઉં ?
શું કરું તો તું મને મળે ?
શાસ્ત્રોમાં, મંદિરમાં,
ઉપાશ્રયમાં બધે જ તને શોધ્યો.
ત્યાં માત્ર તારો પડછાયો મળ્યો
પણ તું તો ન જ મળ્યો.
ઘણો કાળો કલ્પાંત કરૂ છું,
રડું છું પણ તું મળતો નથી. તું કયારે મળીશ ?
હું ઘણો તલસી રહ્યો છું,
તારી યાદમાં તડપી રહ્યો છું,
તારા વિરહમાં સળગી રહ્યો છું.
હૈયું વલોવાઇ ગયું છે તારી યાદમાં. - પૂજ્ય યશોવિજયસૂરિ (ક્રમશ:)