આવે છે.. ડાયાબિટીસ સામે રક્ષણ આપતું ઊંટડીનું દૂધ....


કચ્છ ઊંટ ઉછેર માલધારી સંગઠનનું અમુલ ડેરી સાથે થઇ શકે છે. ટાઇ-અપ
ભુજ,તા.16
ભેંસ અને ગાયના દુધના ચલણ વચ્ચે આગામી દિવસોમાં ઉંટડીનુ દુધ પણ બજારમાં ઉપલબ્ધ કરાશે.આ માટે કચ્છમાં ઉંટ ઉછેર કરનારાઓનુ કચ્છ ઉંટ ઉછેર માલધારી સંગઠન અમુલ ડેરી સાથે મળીને પ્રયાસો કરી રહ્યુ છે.ચાર વર્ષથી સ્થાપવામાં આવેલા આ સંગઠનના કારણે હવે ગાય-ભેંસના દુધની જેમ રોજ 1500 લિટર જેટલુ ઉંટડીનુ દુધ ડેરીને સપ્લાય થવા માંડયુ છે. ઉંટડીના દુધમાંથી ચોકલેટ પણ બનવા માંડી છે.
2011માં સ્થપાયેલા આ સંગઠનને ઉંટ સવર્ધનના પ્રયાસો બદલ આજે એફજીઆઈના એવોર્ડ સમારોહમા સન્માનિત કરવામાં આવ્યુ હતુ.સંગઠનના પ્રમુખ ભીખાભાઈ રબારીએ એક વાતચીતમાં કહ્યું હતું કે રાજસ્થાનમાં ઉંટોની સંખ્યા 2 લાખ છે અને તેની સરખામણીએ ગુજરાતમાં 33000 જેટલા ઉંટ છે.જેમાંના 12000 જેટલા કચ્છમાં છે.અમે બનાવેલા સંગઠનમાં રબારી, ફકીરાણી, સમા જેવી અલગ અલગ કોમ્યુનિટીના 380 જેટલા ઉંટ પાલકો જોડાયેલા છે.
તેમણે કહ્યું હતું કે અમારુ સંગઠન ઉંટડીનુ દુધ એકઠુ કરીને ડેરીને આપીએ છે અને આ દુધના પ્રતિ લિટર 50 રૃપિયા અમને મળે છે.ગયા વર્ષે જ ભારતની પહેલી ઉંટડીના દુધની ડેરી કચ્છમા ંસ્થપાઈ છે.ઉંટડીના દુધમાં ડાયાબિટિસ સામે રક્ષણ આપતા ઘણા પોષક તત્વો છે.બહુ જલ્દી અમે ઉંટડીનુ દુધ લોકો પી શકે તે માટે માર્કેટમાં વેચવા માટે મુકવાના છીએ.