ગેરકાયદે સિંહ દર્શન પ્રકરણમાં જૂનાગઢનાં ઉદ્યોગપતિ સહિત 10 શખ્સો જામીન મુક્ત

વન વિભાગનાં નિવૃત આરએફઓના પુત્રની આગવી ઢબે પૂછપરછ કરતાં ઝાડ સાથે મારણ લટકાવી વિકૃત સિંહ દર્શનનું કારસ્તાન ખૂલ્યુ આઠથી
વધુ વીડિયો ક્લીપ સામે આવી
જુનાગઢ તા.16
જુનાગઢના જંગલમાં ઝાડ સાથે બાંધેલ પશુનું મારણ કરતી ત્રણ સિંહણના વાયરેલ થયેલી વીડિયો કલીપ બાદ વન વિભાગ પણ છંછડાયેલા સિંહની જેમ સિંહને પજવણી કરતાં અને વનમાં ગેરકાયદેસર પ્રવૃતી કરતાં તત્વો સામે લાલ આંખ કરી છે. અને વાયરલ થયેલ વિડીયો કલીપ સંબંધે ઝીણવટભરી તપાસ આદરી કાયદાનો દંડો ઉગામ્યો છે. વન વિભાગની તપાસમાં ગેરકાયદેસર સિંહ દર્શન કરતાં 10 શખ્સોના નામ ખુલ્યા છે. જેમાં શહીના એક ઉદ્યોગપતિ સહિતનો સમાવેશ થાય છે કે જો કે, આ પ્રકરણ બહાર આવતાં ઘણાં સિંહ દર્શનના શોખીનોના જુનાગઢમાં દર્શન નથી એટલે કે બીકના માર્યા ભુર્ગભમાં ઉતરી જવા પામ્યા છે.
ઝાડ સાથે પશુને બાંધી ત્રણ સિંહોના દ્વારા પશુના મારણનું પીશાચી સિંહ દર્શન કરાતું હોવાની વીડિયો કલીપે ખડભડાટ મચાવ્યા બાદ અખબારી અહેવાલના પગલે વન વિભાગે સફાળા જાગી આ પ્રકરણમાં શંકાના આધારે જુનાગઢના નિવૃત આરએફઓના પુત્ર સોહિલ બસીરભાઈ ગરાળાની પુછપરછ કરતાં વન વિસ્તારમાં સિંહોને શિકાર માટેનું પ્રલોભન આપીને ગેરકાયદે સિંહ દર્શન કરાવવાનાં ષડયંત્રનો પર્દાફાશ થવા પામ્યો કલીપ મળી આવવાની સાથે દેશ વિદેશમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા એશિયાટીક લાયનને નિહાળવા માટે દુરથી આવતા સહેલાલીઓની સિંહ દર્શનની તત્પરતાનો ગેરલાભ લઈને ખિસ્સા ભરવાનો ધીકતો ધંધો ચાલતો હોવાની હકીકતો સામે આવતા એક સમયે તો ખુદ વન તંત્રના અધિકારીઓ પણ ચોકી ઉઠ્યા હતાં.
દરમ્યાન આ પ્રકરણમાં વન વિભાગે તપાસનો ધમધમાટ આદરનાં 10 જેટલાં શખ્સોના નામ સામે આવેલ છે. જેમાં જુનાગઢના એક ઉદ્યોગની આશિષ ચૌહાણ, વેપારી પુત્ર ઈરફાન હલવાઈ, પપ્પુ ઉર્ફે આસીફ થૈઈમ, જાદુગર, મુન્નાભાઈ રામભાઈ કાટી વગેરેનો સમાવેશ થાય છે. જેમાંથી વન વિભાગે ડેરવાણના મુન્નાભાઈ રામભાઈ ભાટી નામના શખ્સની ઘરપકડ કરી કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેમનો જામીન પર મુકતો કર્યો છે.
વન વિભાગે ગરેકાયદે સિંહ દર્શનમાં ખુલેલા ઉદ્યોગપતિ આશિષ ચૌહાણની અટકાયત કરવા જયારે ઉદ્યોગપતિના નિવાસ સ્થાને ગયેલ ત્યારે આશિષ ચૌહાણના પરિવારજનોએ રેાક બતાવતા વન અધિકારીઓને અટકાવ્યા હતાં અને અમો પોલીસ તથા ઉચ્ચ કક્ષાએ ફરીયાદ કરીશું તમે શા માટે અમારા માલીકીના વિસ્તારમાં પ્રવેશ કર્યો તેવુ કરી. પાવર બતાવતા વન વિભાગના કર્મીઓએ કાયદાની જોગવાઈ સમજાવી, કાયદાનું માન આપી શકમંદ શખ્સની તપાસ હાથ ધરી હતી. પરંતું આશીષ ચૌહાણ આ બનાવના પર્દાફાશબાદ નાસતા ફરતા હો ઘર કે વ્યવસાય સંકુલ પરથી મળી આવેલ ન હતા.