દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાન્હાનું કામ, દૂધનું દાન અભિયાન યોજાશે


જામ ખંભાળિયા, તા. 16
ખંભાળિયામાં કુપોષિત બાળકોને કુપોષમાંથી મુકત કરવા અને જીલ્લાના તમામ બાળકોને આરોગ્યપ્રદ બનાવવા દેવભૂમિ દ્વારકા જીલ્લા વહીવટીતંત્ર દ્વારા કાન્હાનું કામ, દૂધનું દાન નામે એક અભિયાન 1 મે 2018 થી શરૂ કરવામાં આવશે જે અન્વયે કલેકટર જે.આર.ડોડીયા દ્વારા ભાણવડ, જીલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલ દ્વારા ખંભાળીયા અને નિવાસી અધિક કલેકટર વ્યાસ દ્વારા દ્વારકા ખાતે મિટીંગો યોજવામાં આવી હતી. અને તમામ લોકો આ અભિયાન જોડાય તેવી અપિલ કરવામાં આવી હતી. આ અભિયાનમાં જીલ્લામાં આવેલ તમામ ગોમોમાં આવેલ દુધ મંડળીઓમાં એક-એક અક્ષયપાત્ર મુકવામાં આવશે.
જે કોઇ વ્યકિત મંડળીમાં દુધ જમા કરાવવા આવે તેઓ આ અક્ષયપાત્રમાં યથા યોગ્ય્ માત્રામાં દૂધ આપી દૂધદાન કરશે. આ રીતે ભેગુ થયેલ દૂધ ગામમાં આવેલી આંગણવાડીના તમામ બાળકોને તેનું વિતરણ કરવામાં આવશે. દેવભૂમિ દ્વારકા વહિવટીતંત્ર દ્વારા તમામ લોકો જોડાય તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.
(ફોટો:- કુંજન રાડિયા)