સાવરકુંડલામાં બે સમુદાયના સંતો એ વ્યસનમુક્તિ અભિયાન ચલાવી રાહ ચીંધ્યો


દાદાબાપુ કાદરી અને સત્તાધારના વિજયબાપુએ સમાજને નાતજાતના વાડાઓથી દુર રહેવાનો ભાર મુક્યો
અમરેલી તા.16
સમાજમાં સંતો મહંતો એ દર્પણ છે સમાજને એકરાહ, નેકરાહ પર લોકોને લઈ જવાનું કાર્ય સંતો જ કરી શકે છે આવા જ સમાજના બે અલગ અલગ સમુદાયના સંતોનું અદકેરું મિલન સાવરકુંડલા માં થયું હતું સમગ્ર મુસ્લિમ સમાજના રાહબર અને કોમી એકતાના હિમાયતી ગણાતા અલ્હાજ સરકાર દાદાબાપુ કાદરી ના આંગણે પ્રસિદ્ધ સતાધારની ભૂમિના સંત શિરોમણી પૂજ્ય વિજયબાપુ પધારતા અદકેરું મિલન સર્જાયું હતું વ્યસન મુક્તિ અભિયાન ચલાવીને વ્યસનના દુષણ ને દૂર કરવા સૂફીસંત અલ્હાજ દાદાબાપુ કાદરીના ભગીરથ પ્રયાસને બિરદાવવા ખુદ સતાધારના મહંત પૂજ્ય વિજયબાપુ સૂફીસંતના નિવાસસ્થાન બાગે રહેમત ખાતે પધારી ને એકતા, અનેકતા અને અખંડિતાના સમન્વયનો સૂરજ જોવા મળ્યો હતો સૂફીસંત દાદાબાપુ ની સમાજલક્ષી વ્યસન મુક્તિ અભિયાનની સરાહના કરીને સમાજમાં સંતો જ લોકોને સારા અને સાચા માર્ગે લઈ જતા હોવાનું પૂજ્ય વિજયબાપુ એ જણાવ્યું હતું અને સૂફીસંત ની સેવાને બિરદાવીને એક મંચ પર બે સમાજના સંતોએ સમાજમાં પડેલા જ્ઞાતિ, નાત જાત ના વાડાઓથી દૂર સમાજ સમરસતાની મિશાલ જોવા મળી હતી પૂજ્ય વિજયબાપુ નું શાલ ઓઢાડીને સૂફીસંતે સન્માન કર્યું હતું અને 1 કલાક સુધી વ્યસન મુક્તિ સાથે સમાજના રાહબરોએ ચર્ચા વિચારણાઓ કરીને કોમી એકતાની અનોખી પ્રણાલી સાવરકુંડલા માં જોવા મળી હતી અત્રે ઉલ્લેખનીય છેકે હજુ થોડા દિવસો પહેલા ફીફાદ ખાતે ના મુસ્લિમ સમુહલગ્નમાં પૂજ્ય મોરારીબાપુ અને સૂફીસંત દાદાબાપુ એકમંચ પર આવીને સામાજિક એકતા પર ભાર મુક્યો હતો ત્યારે આજે પ્રસિદ્ધ સતાધાર ની જગ્યાના મહંતશ્રી પૂજ્ય વિજયબાપુ એ સૂફીસંત ના આંગણે પધારીને સામાજિક સમરસ્તાના દર્શન જોવા મળતા હતા સાવરકુંડલા સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ ઇરફાનભાઈ કુરેશી સહિત મુન્નાભાઈ કાદરીએ પૂજ્ય વિજયબાપુને સન્માનિત કર્યા હતા ત્યારે સંત શુરાની ભૂમિ કાઠિયાવાડમાં હિન્દૂ મુસ્લિમ સમાજના બે સંત શિરોમણી નું અદકેરું મિલન સાવરકુંડલા માં થયું હતું (તસ્વીર: મિલાપ રૂપારેલ-અમરેલી)