અલંગમાં રાતે શ્રમિકનું કમોત: તોડફોડ, ક્રેઈન સળગાવવા પ્રયાસ

રવિવારની રજામાં અને સાંજ પછીના સમયમાં કામ
બંધ રાખવાના નિયમનો ઉલાળીયો પરપ્રાંતીય શ્રમિકો વીફર્યા; ટોળાને શાંત પાડવા પોલીસ દોડી: શ્રમિકોમાં ભભૂકતો રોષ
તળાજા, તા. 16
અલંગ શીપ બ્રેકીંગ યાર્ડના પ્લોટ નં.2 માં રાત્રીના સમયે રવિવારની જાહેર રજા હોવા છતા કામ ચાલુ રખાયુ હતુ ત્યારે ઓક મજુર ઉપર ખડક પડતા મજુરનું મોત નિપજયુ હતું. નિયમોની ઐસી તૈસી કરીને કામ શરૂ હોય અને તેમાંય મજુરનું મોત નિપજતા પરપ્રાંતીય મજુરો ઘટનાને લઈ વિફર્યા હતાં પ્લોટમાં તોડફોડ અને આગ લગાવવાનો પ્રયાસ કર્યાની વાતને લઈ પોલીસ કાફલો દોડી ગયો હતો.
અલંગ જહાજવાડામાં જાણે મજુરોના જીવની કોઈ કિંમત ન હોય અને શીપ બ્રેકીંગને લઈ ઘડેલા કાયદાઓનો ઘણા છેડ ઉડયો હોય તેવી ઘટનાઓવારંવાર બહાર આવ્યા વગર રહેતી નથી કાલે રવિવારે જાહેર રજાનો દિવસ એ ઉપરાંત સાંજના 6 વાગ્યા બાદ પ્લોટમાં કામ થોભાવી દેવાના બંન્ને નિયમોની ઐસીતૈસી કરીને પ્લોટ નં. 2 રાત્રીના સમયે પણ કામ શરૂ રાખવામાં આવ્યુ હતું.
જેમાં રાત્રીના દસેક વાગ્યાના સુમારે એક શ્રમિક ઉપર ખડક પડતા શ્રમિકનું કમકમાટી ભર્યુ મોત નિપજયુ હતું. નિયમો વિરૂદ્ધ સમયની મર્યાદા ઓળંગીને કરાવાતા કામ તેમાંય મજુરના મોતને કોઈ રોષ ફેલાયો હતો રોષના પગલે પ્લોટ નં.2માં પડેલ સામાનમાં તોડફોડ અને ક્રેઈન સળગાવવાનો પ્રયાસ કર્યાની પોલીસને જાણ કરવામાં આવતા અલંગ પીઆઈ પટોલીયા મરીન પોલીસ મલી બંન્ને પોલૂસ મથકનો કાફલો ક્રોધે ભરાયેલ ટોળાને કાબુમાં લેવા દોડી ગયો હતો.