અબજો રૂપિયામાં આળોટે છે શાહરુખ ખાન: 40 અબજ રૂપિયાનો આસામી

બોલીવુડનો બાદશાહ હોલીવુડના એકટર્સ કરતા પણ ફિલ્મ માટે વધારે ચાર્જ લે છે
મુંબઈ તા.16
શાહરૂખ ખાનનું નામ દુનિયામાં સૌથી વધારે કમાણી કરનાર એક્ટર્સમાં શામેલ છે. પરંતુ હંમેશા એક સવાલ મનમાં થતો હોય છે કે, તેની પાસે કેટલી સંપત્તિ છે? મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શાહરૂખ એક ફિલ્મ માટે ઘણા હોલિવુડ એક્ટર્સ કરતા પણ વધારે ચાર્જ કરે છે.
સૂત્રોનુસાર, શાહરૂખ ખાનની કુલ સંપત્તિ 6000 મિલિયન ડોલર એટલે કે 40 અબજ રૂપિયા છે. ધ સનની રિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાને વર્ષ 2008માં 75 મિલિયન ડોલર એટલે કે લગભગ 4 અબજ રૂપિયામાં કોલકાતા નાઇટ રાઇડર્સ ખરીદી કરી હતી.
આઈપીએલ ની કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર)ની કોઑનર જૂહી ચાવલા છે. આ સિવાય એક ફિલ્મ માટે શાહરખ 2.51 અબજ રૂપિયાનો ચાર્જ કરે છે. તમને જણાવી દઇએ કે, ઇન્ડસ્ટ્રીમાં 3 ખાન ફિલ્મોની કમાણીનો સૌથી વધારે હિસ્સો લે છે.
મુંબઇમાં શાહરૂખ ખાનનું ઘર મન્નત છે, શાહરૂખે આ બંગલો 1995માં 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. હાલમાં આ ઘરની કિંમત 200 કરોડની આસપાસ પહોંચી ગઇ છે. શાહરૂખનું ઘર પોપ્યુલર ટૂરિસ્ટ પ્લેસમાંથી એક છે. આ સાથે શાહરૂખનું દુબઇમાં પણ ઘર છે. શાહરૂખ અનુસાર, આ વિલા તેણે એક સાઇટ પર ઘર બનાવનાર ડેવલપરે ગિફ્ટ કર્યો હતો.
આ સિવાય લંડનમાં પણ શાહરૂખનું એક ઘર છે, જેની કિંમત 1 અબજ રૂપિયા છે. ફિલ્મો સિવાય શાહરૂખ ઘણી કંપનીઓનો બ્રાન્ડ એમ્બેસડર છે. કંપનીના પ્રોડક્ટ્સનું પ્રમોશન કરીને પણ શાહરૂખ કરોડો રૂપિયાની કમાણી કરે છે.
તો આ બધું જ ભેગુ કરીને જોવા જઇએ તો શાહરૂખની કુલ કમાણી 600 મિલિયન ડોલર એટલે કે 40 અબજ રૂપિયા છે. તમને જણાવી દઇએ શાહરૂખ હાલમાં આનંદ એલ.રાયની ફિલ્મ ઝીરોમાં કામ કરી રહ્યો છે, આ ફિલ્મમાં શાહરૂખની સાથે કેરટિના કૈફ અને અનુષ્કા શર્મા જોવા મળશે.