લોકપ્રિય લેખક મન્ટોના જીવન પરથી બનેલી ફિલ્મ કાન્સ ફેસ્ટિવલમાં દર્શાવાશે


મુંબઈ તા.16
સઆદત હસન મન્ટોના જીવન પર બનેલી ફિલ્મ પમન્ટોની પસંદગી કાન્સ ફિલ્મ ફેસ્ટીવલની એક કેટેગરી અન સર્ટન રિગાર્ડમાં થઈ છે. આ ફિલ્મનું નિર્દેશન ભારતની જાણીતી અભિનેત્રી અને નિર્દેશક નંદિતા દાસે કર્યું છે. વર્ષ 2008માં ફિરાક પછી તેના નિર્દેશનમાં બનેલી આ બીજી ફિલ્મ છે. દાસે પોતાના પ્રશંસકો માટે આ ખબર ટ્વીટર પર શેર કરી હતી. અન સર્ટન રિગાર્ડનો મતલબ એક વિશષ ઝલક થાય છે. ફ્રેન્ચ ભાષામાં તેનો મતલબ એકબીજાના સંદર્ભમાં એવો થાય છે.
આ કેટેગરીમાં એવી ફિલ્મો સામેલ કરવામાં આવે છે જેમાં સ્ટોરીને બિનપરંપરાગત રીતે કહેવામાં આવી હોય. તેણે લખ્યું છે કે, અમે કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં અન સર્ટન રિગાર્ડ્સ કેટેગરીમાં એન્ટ્રી મેળવી છે. આ ખબર બધી ફિલ્મના સભ્યોને ઉત્સાહીત કરી દેવાની છે. ફ્રેન્ચ ફિલ્મ ફેસ્ટીવલના અધિકૃત ટ્વીટર હેન્ડલ પર પણ તેની જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકીએ મન્ટોનું પાત્ર ભજવ્યું છે.તેણે પણ ટ્વીટ કરીને ફિલ્મની કાન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં એન્ટ્રી થઈ હોવાની જાહેરાત કરી હતી. આ ફિલ્મ લેખક મન્ટોના 1946 થી 1950 વચ્ચેના જીવન પર કેન્દ્રિત છે.
લેખક ભારત વિભાજન પર લખેલી પોતાની સ્ટોરીઓ માટે દુનિયાભરમાં વિખ્યાત છે. તેમનો જન્મ 11 મે, 1912ના થયો હતો અને તે પછી પાકિસ્તાનમાં જતા રહ્યા હતા. મન્ટોનું મૃત્યુ 55 વર્ષની વયે 18 જાન્યુઆરી, 1955માં થયું હતું.