ધૂંવાધાર અર્ધસદી ફટકાર્યા બાદ ક્રિસ ગેઈલે કોના ભણી ઈશારો કરેલો?

મોહાલી તા,16
આઈપીએલ-2018માં રવિવારે બીજી મેચ કિંગ્સ ઈલેવન પંજાબ અને ચેન્નાઈ સુપર કિંગ્સની મેચ ઘણી જ શાનદાર રહી હતી. ઈંઙક 2018માં પંજાબની આ ત્રીજી મેચ હતી જોકે ગેલને આ મેચ થકી પ્રથમ વખત બેટિંગમાં આવવાની તક મળી હતી. ક્રિસ ગેલે 33 બોલમાં 7 ફોર અને 4 સિક્સ સાથે 63 રન ફટકાર્યા હતા. ક્રિસ ગેલે પોતાને મળેલી તકનો ભરપુર લાભ ઉઠાવ્યો હતો. ક્રિસ ગેલે પોતાની અડધી સદી પુરી કર્યા બાદ જ એક અનોખા અંદાજમાં સેલિબ્રેશન કરતા કંઈક ઈશારો કર્યો હતો. ક્રિસગેલનો આ ઈશારો તેની દીકરી માટે હોવાનું માનવામાં આવી રહ્યું છે. ક્રિસ ગેલની દીકરીનું નામ બ્લશ છે. ઉલ્લેખનીય છે કે, ક્રિસ ગેલની દીકરીનો જન્મ થયો ત્યારે ગેલ પરણિત નહોતો.
ક્રિસ ગેલની ગર્લફ્રેન્ડ નતાશા બેરીજગેએ એપ્રિલ 2016માં દીકરી બ્લશને જન્મ આપ્યો હતો. ક્રિસ ગેલે નતાશા સાથેના લગ્ન વિશે ક્યારેય વાત કરી નથી, જોકે તે પોતાની ગર્લફ્રેન્ડ અને દીકરીને ક્રિકેટમાંથી બ્રેક મળે ત્યારે પુરતો સમય આપતો જોવા મળે છે. આ જ કારણ છે કે, ક્રિસ ગેલે પોતાની દીકરી બ્લશને આઈપીએલ 2018ની અડધી સદી સમર્પિત કરી હતી. દિલધડક મેચમાં છેલ્લા દડે પંજાબ સામે ચેન્નાઇની હાર
મોહાલી: સીએસકે અને કેએક્સઆઇપી છેલ્લી ઓવર સુધીની રસાકસી બાદ પંજાબે 4 રને મેચ જીતી હતી પ્રથમ બેટીંગ કરી પંજાબે 197 રન કર્યા હતા. જેમાં છેલ્લી ઓવર સુધી રસાકસી બાદ પંજાબે મેચ જીતી હતી. છેલ્લી ઓવરમાં ચેન્નાઇને 6 બોલમાં 17 રન કરવાના હતા જેમાં ધોની અને બ્રાવો ક્રિઝ પર હતા. ધોનીઓ આક્રમક રમત રમીને ટીમ તરફથી સૌથી વધુ રન ફટકાર્યા હતા. અંતે મોહીત શર્માની અદભૂત બોલીંગ કરીને પંજાબે 4 રને જીત મેળવી હતી.
ધોનીએ છેલ્લી ઓવર સુધી લડત આપી પણ મેચ જીતી શક્યા નહિ. ધોનીએ 79(44) રન કર્યા હતા. છેલ્લી ત્રણ ઓવરમાં ધોની, રવિન્દ્રજાડેજાએ ઓવર દીઠ અઢાર રનની સરેરાશના લક્ષ્યાંક સામે જે રીતે આક્રમક ફટકાબાજી કરી તેનાથી મેચ સતત દિલધડક બની રહ્યો હતો. ખાસ કરીને ધોનીએ વિજયની આશા જગાવી હતી., પરંતુ આખરે પંજાબ ટીમે મેચ જીતી લીધો હતો.
198 રનના ટાર્ગેટનો પીછો કરતા ચેન્નાઇના ઓપનિંગ બેસ્ટમેન મુરલી વિજય અને વોટશન ઝડપી રમવાના ચક્કરમાં 4 ઓવરની અંદર આઉટ થત ચેન્નાઇ સંકટમાં આવી ગઇ. મુરલી વિજય ચોથી ઓવરમાં માત્ર 12 રન કરીને આઉટ થયો હતો. જ્યારે 2જી ઓવરમાં વોટશન મોહિત શર્માના બોલ પર 11(9)રન કરીને કેચ આઉટ થયો હતો. ચેન્નાઇએ ટાર્ગેટ પૂરો કરવા માટે સંધર્ષ કરી રહ્યું છે. જો કે 20 ઓવરને અંતે ચન્નાઇ ટીમનું સ્કોરબોર્ડ 5 વિકેટે 193-રને થંભી ગયું હતું.
સીએસકેએ ટોસ જીત્યા બાદ પ્રથમ બોલીંગ કરવાનું પસંદ કર્યું હતુ, અને પંજાબને બેટીંગ કરવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. પંજાબનીશરૂઆત એલ રાહુલ અને ક્રિસ ગેલ શરૂ કરી હતી. તોફાની બેટીંગ કરતા ગેલ 66(33) રન કર્યા બાદ તાહિરના બોલે વોટશને કેચ આઉટ કર્યો હતો. લોકેશ રાહુલ પણ 37(22) કર્યા બાદ હરભજનનો શિકાર બન્યો હતો. ત્યાર બાદ મયંક અગ્રવાલ અને યુવરાજસિંહે બાજી સંભાળી હતી. અને સ્કોર બોર્ડને આગળ વધારતા યુવરાજ સિંહ શારદૂલ ઠાકૂરના બોલ પર વિકેટ કિપરના હાથમાં કેચ આપી બેઠો હતો. અને તાહિરે મયંક અગ્રવાલને પણ 30(19) રનમાં આઇટ કર્યો હતો. આ રીતે પંજાબનો સ્કોર 20 ઓવરના અંતે સાત વિકેટ ગુમાવીને 197 રન કર્યા હતા.