અમરેલીમાં આર્ટ ઓફ લિવિંગ દ્વારા કથા યોજાઇ


અમરેલી, તા.16 : અમરેલીના આંગણે આર્ટ ઓફ લીવીંગ સંસ્થા દ્વારા પ્રથમ જાહેર પ્રોગ્રામ કરવામાં આવશે. આર્ટ ઓફ લીવીંગ પરિવાર દ્વારા રાધા અવતાર કથાનું તા. 4 એપ્રિલ થી 9 એપ્રિલ સુધીનું આયોજન કર્યુ હતું. બેંગ્લોર આશ્રમથી પધારેલ સ્વામી દિવ્યાનંદજીએ રાધા અવતાર કથાનું મધુર રસપાન અમરેલીની ધર્મપ્રેમી જનતાને કરાવ્યું હતું.
રાધા અવતાર કથામાં સ્વામી દિવ્યાનંદજી દ્વારા રાધા કૃષ્ણનાં જીવન ચરિત્ર તથા તેમનો દિવ્ય પ્રેમ માર્મીક રીતે સમજાવવામાં આવ્યો હતો. જેનાથી આખુંય વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું. અને લોકો ભાવ વિભોર બની ગયા હતા. સહજતાથી લોકોની આંખોમાં હર્ષાશ્રૃ છલકતા જોવા મળ્યા હતા. સ્વામી દિવ્યાનંદજીની સફળ અને સુમધુર વાણી અને ભકિતરસનાં ભજનથી લોકો ઝુમી ઉઠયા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાવનાબેન ઉનડકટ, વિજયભાઈ ધંધુકીયા, રાજેશભાઈવિઠ્ઠલાણી, કલ્પેશભાઈ ચરચા તથા આર્ટ ઓફ લીવીંગ પરિવારના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.