જાફરાબાદના ભાડા ગામમાં રહેણાંકમાં ચોરી


અમરેલી, તા.16
જાફરાબાદ તાલુકાનાં ભાડા ગામનાં વતની અને હાલ ટીંબી ગામે રહેતાં કાળુભાઈ દેવાયતભાઈ વાઘેલાએ નાગેશ્રી પોલીસમાં ફરિયાદ કરતાં જણાવ્યું છે કે, ભાડાગામનાં સામંતભાઈ બચુભાઈ સાંખટની દિકરી ગીતાને ભગાડી જવાનાં બનાવમાં તેમનાં દિકરાનું તથા તેમના કુટુંબીઓના નામ આરોપી તરીકે આવેલ જેથી ભાડા ગામમાં રોષ ફેલાતા આખા ગામે ભેગા થઈ તેમના વાસમાં જઈ તેમના તથા તેમના પરિવારને ઢીકાપાટુનો માર મારતાં ડરના કારણે તે તથા તેમના સમાજનાં લોકો ભાડા ગામે ઘરવખરી તથા મકાન ખુલ્લા મુકી ભાડા ગામ છોડીને જતાં રહેલ. જેના અવાવરૂ મકાનમાંથી સોનાનો સેટ આશરે 4 તોલા કિંમત રૂા. 30 હજાર, કાનની કડી 3 તોલા કિંમત રૂા. 60 હજાર, ચેઈન ર તોલા કિંમત રૂપિયા ર0 હજાર, સોનાની નથ 1 તોલાની, ચાંદીનાં કડલા આશરે 1 કિલો ગ્રામ, ચાંદીનાં સરલીયા પ00 ગ્રામ તથા તાંબાના તથા પિતળનાં વાસણો મળી કુલ રૂા. 1.73 લાખનાં મુદામાલ કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નાગેશ્રી પોલીસમાં નોંધાતા પીએસઆઈ એ.વી. પટેલે બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.