6 મહિલા અને પાંચ પુરુષ મળી 11 શખ્સો જુગાર રમતા ઝડપાયા

ઉપલેટાના કોલકી ગામે ધમધમતી હતી જુગારની ક્લબ રોકડ, વાહન, મોબાઈલ, મળી કુલ 16.84 લાખનો મુદામાલ કબ્જે લેતી પોલીસ
ઉપલેટા, તા. 16
ઉપલેટાના કોલકી ગામે કલબમાંથી 11 પતાપ્રેમીને રંગેહાથ પકડયા હતાં. ઉપલેટા તાલુકાના કોલકી ગામની લાલપર સીમમાં આવેલ પી.બી.આર. ફાર્મમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડવામાં આવે છે. એવી ચોકકસ બાતમી ઉપલેટાના પીઆઈ એ.બી.પટેલને મળતરા ત્યાં દરોડો પાડતા જુગાર રમી રહેલા કુલ 11 શખ્સો 6 સ્ત્રી અને 5 પુરૂષ રોકડ રકમ 26710 તેમજ વાહન મોબાઈલ મળી કુલ રૂા.16,83,710 ના મુદામાલ સાથે ધરપકડ કરેલ હતી.
પકડાયેલા શખ્સોમાં રેખાબેન બાબુભાઈ માકડીયા (રહે.કોલકી મનીષાબેન નયનભાઈ ત્રાંબડીયા રહે,.ગોમટા, અમીબેન હેમતભાઈ ત્રાંબડીયા રહે.ગોમટા, સરોજબેન અલ્પેશભાઈ માકડીયા રે.ચિત્રાવડ, જયાબેન પરષોતમભાઈ ફળદુ રે.ગોમટા, નિતાબેન દિનેશભાઈ ગોવાણી રહે.સુપેડી, સંજયભાઈ વેલજીભાઈ માકડીયા રે.કોલકી, દિનેશભાઈ રતનશીભાઈ ગોવાણી રે.સુપેડી, હેંમતભાઈ બચુભાઈ ત્રાંબડીયા રે.ગોમટા, મિસાલ અલ્પેશભાઈ મારડીયા રે.ચિત્રાવડ, સુમીતભાઈ દિનેશભાઈ ગોવાણી રહે.સુપેડીનો સમાવેશ થાય છે.