વંથલીમાં યુવતીને પરેશાન કરવાની ના પાડતા હુમલો

ચાર શખ્સોએ મારમાર્યાની ફરિયાદ
જુનાગઢ તા.15
પોરબંદરના માધવપુર ગામની યુવતીને જુનાગઢના ચાર શખ્સો વંથલીના ધણફુલીયા ગામે પરેશાન કરતા હોવાથી ના પાડતા આ ચારેય શખ્સોએ યુવતી તથા સાથેના સાહેદોને શેરડીના સાટા વડે માર માર્યાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાવા પામી છે.
માધવપુરની યુવતી રૂકશાનાબેન હૈદરશા જલાલીએ પોલીસમાં નોંધાવેલી ફરીયાદ મુજબ તેરી વંથલીના ધણફુલીયા ગામે આવી હતી ત્યારે જુનાગઢના સતાર કાદરભાઈ, હારૂનશા મામદશા, ફિરોઝશા ગફારશા અને નવાઝ હારૂનશા પાછળ પાછળ ફરી આંખથી ઈશારા કરતા હોય જે બાબતે ફરીયાદી તથા તેની સાહેદે તેના માતા પિતાને વાત કરતા તેણીના વાલીએ આરોપીને ઠપકો આપતા આ કામના આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને યુવતી સહિત સાહેદને શેરડીના સાઠા વડે માર મારી ઘુસ્તા મારી સામાન્ય ઈજાઓ કરી હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
જુગારી પકડાયા
ભેસાણના પાટલા ગામે પોલીસે જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ઈસ્માઈ કરીનભાઈ ઠેબા સહિત 5 શખ્સોને રૂા.8340 રોકડા સહિત ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ધમકી : બીલખામાં મકાનની ચાવી બાબતે બોલાચાલી થતા ભરતભાઈ નટુભાઈ ઉપર વનરાજ જેબલીયાએ બોલાચાલી કરી માથામાં લાકડી મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.