માંગરોળ પ્રેમલગ્ન કરનારને યુવતીનો ભાઈ મારવા દોડ્યો

છરી લઈ પાછળ દોડતા યુવાન નાસી છૂટતા માંડ બચ્યો
જુનાગઢ તા.15
સોનરડી ગામના પ્રેમ લગ્ન કરનાર યુવકે પાંચેક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર યુવતીના ભાઈને જુનુ મનદુ:ખ રાખી ઝપાઝપી કરી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે. ડુંગરપુરના ઈકમાલ આમદ પલેજાની બહેને સોનારડીના રહેમ આમદ પલેજા સાથે પાંચેક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલ હોય જેનું મનદુ: રાખી રહેમ આમદ પલેજાએ ઈકબાલ પલેજા પાછળ છરી મારવા પાછળ દોડી ઝપાઝપી કરી મારી નાખવાની ધમકી આપી હતી.
લાકડી ફટકારી
માંગરોળમાં ગેબનશાપીરની દરગાહે કવાલીનો પ્રોગ્રામ રાખેલ હોય ત્યારે જાફરશા રહીમશા બાનવાએ તમે મોટા અવાજે શા માટે કવાલી બોલો છો તેમ કહી ઉશ્કેરાઈ જતા તેમની સાથેના અન્ય 2 શખ્સોએ સાથે મળી સલીમભાઈ પીરભાઈ ઉપર હુમલો કરી દીધો હતો અને જાફરજી બાનવાએ સલીમભાઈને માથામાં અને પડખામાં લાકડી વડે માર મારી જાનતી મારી નાખવાની ધમકી આપી હતી.
સટ્ટો રમતા ઝબ્બે
કેશોદના પાંજરાપોળ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી આઈપીએલ ક્રિકેટ મેચ પર ક્રિકેયનો સટ્ટો રમાડતા ધીરજલાલ રાજા નામના લોહાણા શખ્સને પાંચ મોબાઈલ, રોકડ રકમ, સહિત રૂા.11220ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.