ચોટીલાના વડાળીમાં જુગાર રમતા પાંચ ઝડપાયા


ચોટીલા : બામણબોર પોલીસે ચોટીલાનાં વડાળી ગામની સીમમાં જુગાર રમતા પાચ શખ્સોને 65,800નાં મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આણંદપુર આઉટ પોસ્ટ નીચેના વડાળી ગામની સીમમાં કેટલાક શખ્સો ભેગા મળી તીન પત્તીનો જુગાર રમતા હોવાની બાતમી મળતા પોલીસે મોડી રાત્રે છાપો મારતા વડાળીનાં સુરેશભાઇ દાનાભાઇ આહિર, દેવરાજભાઇ પુંજાભાઇ, જસદણનાં દહિસરાનાં જેસિંગભાઇ, પીપળીયા ઢોરાના ભગાભાઇ ભરવાડ, અને મોણપર ગામનાં ડાહ્યાભાઈ ને પટમાંથી 10હજાર રોકડા સાથે પકડી પાડેલ હતા પોલીસે આ દરોડા દરમિયાન 3 બાઇક રૂ. 55,હજાર અને મોબાઇલ મળી કુલ 65,800નાં મુદ્દામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.