જૂનાગઢમાં મકાનના તાળાં તોડી પચાવી પાડવા કારસો

ચાર શખ્સો મકાન ખાલી કરવાનું કહી તુટી પડયો
જુનાગઢ તા.15
જુનાગઢમાં બળજબરીથી મકાન પચાવી પાડવા ઘરમાં રહેવા લાગ્યા બાદ મકાન માલીકે આ ઘર અમારૂ છે તેમ કહેતા ચાર શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસમાં ફરીયાદ થવા પામી છે તથા પોલીસે 4 શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કરી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ઉનાના દેલવાડા રોડ ઉપર રહેતા ભરતભાઈ વૃઝલાલભાઈ વાઘેલાનું એક બંધ મકાન ગાંધીગ્રામ વિસ્તારમાં આવેલ પી.એન.ટી. કોલોનીમાં બંધ હાલતમાં તાળા મારેલુ હતું ત્યારે ગઈકાલે ભરતભાઈ વાઘેલા પોતાના જુનાગઢ સ્થિત મકાને આવતા આ મકાનનાં તાળા તોડી 4 શખ્સો મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મકાન પચાવી પાડી રહેવા લાગ્યા હોવાનું જણાતા ભરતભાઈ વાઘેલાએ આ મકાન અમારૂ છે તેમ કહેતા ચારેય શખ્સોએ પાવડાના હાથા તથા ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી મકાન પડાવી લેવા એકબીજાને મદદગારી કરી હોવાની સી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.