અમરેલી જિલ્લાની ક્રાઇમ ડાયરી

બાબરાનાં રાયપર ગામે પ્લોટ ખરીદનારને 17 વર્ષે દસ્તાવેજનાં બદલે ધમકી મળી
અમરેલી,તા.16 : બાબરા તાલુકાનાં રાયપર ગામના વતની અને હાલ સુરત ગામે રહેતા વિઠ્ઠલભાઈ કાનજીભાઈ સરવૈયાએ વાંડલીયા ગામના જયસુખભાઈ બાલાભાઈ સોજીત્રા પાસેથી સને ર000ની સાલમાં પ્લોટ નં.-8 અને 9 કિંમત રૂા. 1.ર0 લાખમાં ખરીદ્યા હતા. જે પ્લોટનો દસ્તાવેજ લખી આપવાનો બાકી હોય જેથી પ્લોટ ખરીદનાર વિઠ્ઠલભાઈએ જયસુખભાઈને પ્લોટના દસ્તાવેજ કરાવી આપવાનું કહેતા તેમણે ઉશ્કેરાઈ જઈ ગાળો આપી,જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનીફરિયાદ બાબરા પોલીસમાં નોંધાવી છે.
જાફરાબાદનાં ભાડા ગામે વિદેશી દારૂની
ર બોટલ સાથે યુવકને પોલીસે ઝડપી લીધો
જાફરાબાદ તાલુકાના ભાડા ગામે રહેતા ગભરૂભાઈ દડુભાઈ વરૂ નામના ર4 વર્ષીય યુવક ગઈકાલે રાત્રે ભાડા ગામે મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની બોટલ-ર સાથે નીકળતા આર.આર. સેલના જમાદાર વી.ડી. ગોહિલે તેમને ઝડપી લઈ રૂા. 30,800નો મુદામાલ કબ્જે લઈ નાગેશ્રી પોલીસને હવાલે કરેલ હતા.
પઠાણી ઉઘરાણી સાથે ધમકી
સાવરકુંડલા ગામે આવેલ મારૂતિનગરમાં રહેતા નિલેશભાઈ મનુભાઈ શેલાર નામનાયુવકના પિતા મનુભાઈ શેલારે અગાઉ સાવરકુંડલા ગામે રહેતા ભરતભાઈ ગીડા પાસેથી ઉછીના પૈસા લીધેલ જે પૈસાની ઉઘરાણી નિલેશભાઈ પાસે કરતા તેમણે પોતાના પિતાજીએ પૈસા ઉછીના લીધેલ છે તેની ખબર નહી હાલ તેઓ સુરત છે અને આવશે ત્યારે તે બાબતની ચર્ચા કરીશું તેમ કહેતા ભરતભાઈ ગીડા, વિનુભાઈ તથા મનીષ વગેરે ઉશ્કેરાઈ જઈ યુવકને ઢીકાપાટુનો માર મારી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલીસમાં નોંધાઈ છે.
તસ્કરો બેફામ
અમરેલી શહેરમાં છેલ્લા એકાદ વર્ષથી તસ્કર રાજનો માહોલ ઉભો થતાં શહેરીજનોની રાતની ઊંઘ હરામ થઈ ચુકી છે. પોલીસની નિષ્ક્રીયતા અને નેતાઓની નિંભરતા વચ્ચે શહેરીજનોની હાલત અતિ કફોડી બની રહી છે.
શહેરમાં મહિલાઓ કે યુવતિઓને સોનાના દાગીના પહેરવા કે હાથમાં મોબાઈલ રાખવો પણ મુશ્કેલ બની રહૃાું છે. શહેરમાં ચીલઝડપનાં બનાવો વધી રહૃાા છે. શહેરમાં રોમિયોગીરી પણ પુરબહારમાં ખીલી છે. અધુરામાં પુરૂ હોય તેમ હવે શહેરમાં તસ્કરરાજ શરૂ થતાં શહેરીજનોમાં રાજયસરકાર સામે આક્રોશનું વાતાવરણ જોવા મળી રહૃાું છે. કોઈ શહેરીજનોને સામાજીક પ્રસંગે મકાન બંધ કરીને બહાર ગામ જવું હોય તો ચિંતા થાય છે. કારણ કે બંધ મકાન હોય તસ્કરોનો પ્રવેશ લગભગ નિશ્ચિત બની રહૃાો છે. બીજી તરફ અમરેલીનાં ધારાસભ્ય પર સમગ્ર રાજયની જવાબદારી હોવાથી તેઓનો શહેરીજનો સાથેનો સંપર્ક સતત તુટી રહૃાો છે અને સત્તાધારીપક્ષનાં સાંસદ પણ શહેરીજનોની ખુલ્લી મદદ કરતાં નથી. શહેરનાં નિવેદનીયા નેતાઓનાં મોંમાં પણ મગ ભરાયા હોય શહેરીજનોની સમસ્યા અંગે હવે રાજયનાં મુખ્યમંત્રી કોઈ વ્યવસ્થા કરે તેવી માંગ ઉભી થઈ રહી છે.
શોટ સર્કિટથી આગ
લીલીયાના ક્રાંકચ ગામે રહેતા હીરાબેન દેવેન્દ્રભાઈ જોષી નામના ર9 વર્ષીય પરિણીતાના પતિ દેવેન્દ્રભાઈ ક્રાંકચ ગામે છેલ્લા 7 વર્ષથી ફોટોગ્રાફીનો સ્ટુડીયોચલાવે છે અને આ સ્ટુડીઓમાં અકસ્માતે ગઈકાલે બપોરે શોક સરકીટના કારણે આગ લાગતા રૂા. ર,48,પ00ની ચીજ વસ્તુઓ સળગી જઈ નુકશાન થયાનું લીલીયા પોલીસમાં જાહેર થવા પામેલ છે.
ક્રિકેટ સટ્ટો ઝડપાયો
મહુવા રોડ ઉપર મેહુલભાઈ પ્રવિણભાઈ નગદીયાના ડેલામાં આઈ.પી.એલ. ક્રિકેટ ઉપર હારજીતનો સટ્ટો રમી રમાડી હારજીતનો જુગા ચાલે છે. તેવી બાતમીરાહે હકિકત મળતાં અને સાવરકુંડલા ટાઉન પોલીસ પણ ટાઉનમાં પેટ્રોલિંગ કરતા હોય, ટેલીફોનીક સંપર્ક સાંધી તેમનેબોલાવી લઈ વોરંટ મેળવી પંચો સાથે બાતમીવાળા જગ્યાએ દરોડો કરતા એક મોટા ડેલામાં એક કાચના દરવાજા વાળી ઓફિસમાં ત્રણ ઈસમો બેસેલા હતાં. તથા ટી.વી.માં મેચ ચાલુ હોય તથા એક ઈસમ કાગળોમાં કાંઈક લખતો હોય તથા એક મોબાઈમાંથી મેચના ભાવ બોલવાનો સતત અવાજ આવતો હોય, ટી.વી.માં ક્રિગ્સ ઈલેવન પંજાબ અળક રોયલ ચેલેન્જવ બેંગલોરની મેચ ચાલુ હતી જેમાં હાજર મળેલ ઈસમ મેહુલભાઈ પ્રવિણભાઈ નગદીયા સદરહું જગ્યા પોતાની માલીકીની હોવાનું જણાવેલ હતું. અને ક્રિકેટનો સટ્ટો રમવા દેવા માટે જગ્યા ભાડેથી આપેલાનું જણાવેલ. જયારે ઈમરાન ઉર્ફે સેંન્ડો, રજાકભાઈ હમદાણી સહિતા 3 ઈસમોને સીલ્વર કલરનું ર1 ઈંચનું ટી.વી.કિંમત રૂા.રપ00 તથા અયમભફમસજ કંપનીનું રીસીવર સફેદ કલરનું રીમોટ તથા વિડીયોકોન કંપનીની ડીસ સાથે કિ. ર,000 બે મોટર સાયકલો મળી કુલ રૂા.1,30,7પપ ના મુદામાલ સાથે ટવેન્ટી-ટવેન્ટી ક્રિકેટ મેચ ઉપર પોતાના આર્થીક ફાયદા સારૂ જુગાર-રમી રમાડી રેઈડ દરમ્યાન 3 ઈસમોને ઝડપી લઈ તેમજ અન્ય-ર હાજર નહીં મળેલ ઈસમો ભાગીદાર હોવાનું જણાયેલ હોય, તેમની શોધખોળ પોલીસે આદરી છે.
યુવક પર છરીથી હુમલો
જાફરાબાદ તાલુકાના વડલી ગામે રહેતા વિનોદભાઈ માલાભાઈ સરવૈયા ગત તા.1રના સાંજના સમયે વડલી ગામે ચોરા પાસે આવેલ વિજુભાઈની દુકાને બેઠા હતા ત્યારે તે જ ગામે રહેતા દુદાભાઈ રાજાભાઈ ગોહિલે ત્યાં આવી આ યુવકને ગાળો આપી તું મૂંછો કેમ મરડે છે તેમ કહી કડમાંથી છરી કાઢી એક ઘા આ યુવકના પગમાં મારી દઈ ગંભીર ઈજા કર્યાની ફરિયાદ નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં નોંધાતા વિભાગીય પોલીસ વડાએ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.