મીઠાપુર નજીક ટ્રકની ઠોકરે યુવાનનું મૃત્યુ

ખંભાળિયામાં યુવાન ઉપર છરીથી હુમલો
જામખંભાળીયા,તા.16
ઓખા મંડળના મીઠાપુરમાં ટાટા કંપનીન સિમેન્ટ ગેઈટની આગળના ભાગેથી જી.જે. 37 એ 068પ નંબરનાં મોટરસાયકલ પર જઈ રહેલા સુનીલભા માનસંગભા જામ નામના 18 વર્ષનાં એક હિન્દુ વાઘેર યુવાનનાં મોટરસાયકલ સાથે પુર ઝડપે અને બેફીકરાઈપુર્વક જઈ રહેલા જી.જે.0પ એ.યુ. 6846 નંબરનાં એક ટ્રકે સુનિલભાના મોટરસાયકલને ધડાકાભેર હડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલા આશાસ્પદ યુવાન સુનિલભા જામએ ઘટના સ્થળે જ અંતિમ શ્ર્વાસ ખેંચ્યા હતા. જયારે આ અકસ્માતમાં બાટીશા ગામનાં સામરાભા કરમણભા જામને નાની મોટી ઈજાઓ થયાનું જાહેર થયું છે.
અકસ્માત સર્જી, ટ્રક ચાલક ટ્રક મુકીને નાશી ગયાનું બહાર આવેલ છે. પોલીસે ટ્રક ચાલક સામે આઈ.પી.સી. કલમ ર79, 337, 338, 304 (અરૂ તથા એમ.વી. એકટ હેઠળ ગુનો નોંધી ધોરણસર તપાસ હાથ ધરી છે.
વિપ્ર આઘેડને હૃદયરોગો હુમલો
ખંભાળીયા તાલુકાનાં "સીમાણી કાલાવડગામે રહેતાં જીવાભાઈ કરશનભાઈ ઓડીચ નામનાં પર વર્ષનાં બ્રાહ્મણ આઘેડને હૃદયરોગનો કાતિલ હુમલો આવી જતાં તેમનું મૃત્યુ નીપજયું હોવાની જાણ મૃતકનાં પુત્ર રમેશભાઈ ઓડીચે સલાયા મરીન પોલીસને કરી છે.
યુવાન ઉપર છરી વડે હુમલો
ખંભાળીયામાં મળદપીરની દરગાહ પાસે રહેતા ઈબ્રાહીમ સલીમભાઈ શાહમદાર નામનાં ર0 વર્ષનાં યુવાનને ભાડથર ગામના રફીક હશન વાઢીરયા નામનાં પ0 વર્ષનાં ઘાંચી આઘેડે "અહીયા મસ્જીદ ચોકમાં કેમ ઉભો છો? તેમ કહીને બિભત્સ ગાળો કાઢી છરી વડે ઈબ્રાહીમને હાથમાં મૂઢ ઈજાઓ પહોચાડીહતી.
આ સમગ્ર બનાવ અંગે પોલીસે ઘાસી રફીક વાઢીયા સામે જી.પી.એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
ઝેરી દવા પીતાં સારવારમાં
ખંભાળીયામાં રહેતા વાલાભાઈ હમીરભાઈ પારીયાનાં પત્નિ લક્ષ્મીબેન ઉ.વ.ર8 એ ગઈ તા.11-4 ના રોજ ગણેશ મંદિર પાસેનાં વિસ્તારમાં ભુલથી ઉંદર મારવાની ઝેરી દવા પી લેતા તેણીને અહિંની હોસ્પીટલમાં સારવાર અપાઈ હતી.
વિપ્ર યુવાને ઝેરી દવા પીધી
ખંભાળીયા તાલુકાનાં સલાયા ગામે રહેતા ઋત્વિક માંડણભાઈ ઓડીચ નામનાં 18 વર્ષનાં બ્રાહ્મણ યુવાને ગઈ તા.10 મી ના રોજ પોતાનાં ઘરે રહેલી ખડમાં છાંટવાની દવાની શીશીમાંથી એચ ચમચી દવા પી લેતાં તેને ખંભાળીયાની હોસ્પીટલમાં દાખલ કરાયો હતો.
યુવાને ઝેરી દવા પીધી
કલ્યાણપુર તાલુકાનાં હરિપર ગામે રહેતાં સુરેશભાઈ વલુભાઈ રાઠોડ નામનાં ખવાસ યુવાને ગઈ તા. ત્રણ ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના હાથે ઝેરી દવા ગટગટાવી લેતાં તેને વધુ સારવાર અર્થે હોસ્પીટલમાં દાખલ કરાયેલ છે. આ બનાવની જાણ મોહનભાઈ વલુભાઈ રાઠોડે કલ્યાણપુર પોલીસને કરી છે.