કોંગ્રેસ જૂથવાદ ખતમ કરી બૂથવાદ શરૂ કરશે: અમિત ચાવડા

નવયુવાનોને પ્રોત્સાહિત કરી પક્ષમાં જવાબદારી સોંપાશે : જૂનાગઢમાં જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરાવતો નવનિયુકત પ્રમુખ જૂથવાદની શિખામણ વચ્ચે પરેશ ધાનાણી - ધારાસભ્ય જોશી વચ્ચે ચકચક ઝરી : મહિલાઓએ શહેર પ્રમુખ સામે પગલાં ભરવા માંગણી કરી
જૂનાગઢ તા.16
ભાજપ સરકાર આરએસએસના રિમોટ ક્ધટ્રોલથી ચાલતી સરકાર છે અને લોકોની સ્વતંત્રતા છીનવાઇ ગઇ છે તેવો આકરા પ્રહાર કરી કોંગ્રેસ જૂથવાદ નહી પરંતુ બુથવાદથી કામ કરશે તેમ જૂનાગઢ ખાતે જનસંપર્ક અભિયાન અને જીલ્લા કોંગ્રેસની કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના જણાવ્યા મુજબ કોંગ્રેસ નવયુવાનોને પ્રોત્સાહિત કરી પાર્ટીમાં જવાબદારી સોપશે અને જૂથવાદને જાકારો આપી બુથવાદથી જોશપુર્વક કામો કરશે. સાથોસાથ કોંગ્રેસના કાર્યકર્તાઓને અંદરો અંદરથી ખેચતાણ બંધ કરી યુવાનોને તક આપવા જણાવ્યું હતું અને પાર્ટીમાં હું આપણેની વિચારધારાની આગળ વધવાનું આહવાન કર્યુુ હતું.
આ તકે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કોંગ્રેસના નાના કાર્યકર્તાઓને આગળ વધવા મોકો આપવો પડશે તેમ જણાવી એક નેતા બીજા નેતા પેદા કરે અને પક્ષમાં નવયુવાનોને પક્ષમાં સત્કાર કરવા અને જોશ અને કટાક્ષભર્યુ ઉદ્દબોધન કરતા ધાનાણીએ જણાવ્યું હતું કે વર્ષોથી વાડા બાંધીને બેઠેલા કોંગ્રેસના વડીલોએ પધ્ધતિ બદલવી પડશે. કારણ કે લોહી અને પરસેવા વહેવડાવીને કાર્યકર્તાઓને અહી સ્ટેજ પર બેસવા માટે તમને હકદાર બનાવ્યા છે ત્યારે આગેવાન અને કાર્યકરો વચ્ચેની દિવાલ તોડવી પડશે તેમ જણાવી ઉપસ્થિત કાર્યકરોને જણાવ્યું હતું કે કાર્ડ છપાવીને મજા કરનારાને તમો ફેંકી દેજો. કોઇ નેતા પોતાની હલાવતો હોય તો તેને તારવી દેજો અમોને કહેજો અમે તેને હટાવી દેશું પરંતુ પક્ષ હવે શીસ્તથી ચાલશે તેમાં કોઇ બાંધછોડ થશે નહીં.
જો કે આજની કોંગી બેઠકમાં પરેશ ધાનાણીએ ઉગ્રતા સાથે અમુક કોમેન્ટ કરતા જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોશી ઉભા થઇ ગયા હતા અને આ બાબતે એક વખત તો ગરમાવો આવી ગયો હતો પરંતુ મામલો થાળો પડી ગયો હતો. તો પૂર્વ મેયર લાખાભાઇ પરમાર પણ નારાજ થયા હતા. જ્યારે અમે કોંગી મહિલા અગ્રણીઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરાતા આ મહિલાઓએ પરેશ ધાનાણી સમક્ષ શહેર પ્રમુખ સામે તાત્કાલીક શિસ્ત ભંગના પગલા લેવા માટે રજૂઆત કરી અરજી
આપી હતી. (તસવીર: મિલન જોષી)