રાજયમાં કાયદો વ્યવસ્થા પડી ભાંગી: વિપક્ષી નેતા

જૂનાગઢમાં પત્રકારો સમક્ષ અને સરકાર સામે કર્યા આક્ષેપો
જૂનાગઢ તા.16
ગુજરાતમાં માના કોખમાં જન્મ લેતી બાળકી થરથર કાપવા માંડે છે. બાળકીઓના શીયળ હણાય છે. દરરોજ દી ઉગે છે અને દિકરીઓ સાથે શરમજનક બનાવો બને છે. તેમ જણાવી ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ભાજપા સરકાર નીષ્ફળ ગઈ હોવાનું જણાવ્યુ હતું. આજે જુનાગઢ ખાતે જીલ્લા કોંગ્રેસની મળેલી કારોબારી મીટીંગ પ્રશ્ર્ને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમીત ચાવડા સાથે હાજર રહેલ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકારો સમક્ષ સણસણતો આક્ષેપ કરતા જણાવ્યુ હતું કે ગુજરાતમાં 22 વર્ષથી શાસન કરતી ભાજપા સરકાર નિષ્ફળ જવા પામી છે.
અહીં માની કોખમાંથી જન્મ લેતી દીકરીઓ થરથર કાપે છે. દીકરીઓ, મહિલાઓનું ભાજપા સન્માન ખોઈ બેઠી છે દરરોજ દી ઉગે અને દીકરીઓના શીયળ હણાય છે છેડતીઓ થાય છે, યુવતીઓના મહિલાના સન્માન છડેચોક ઘવાય છે. દીકરીઓને શારીરીક, માનસીક રીતે યાતના ભોગવે છે જેના કારણે દીકરીએ ગુજરાતમાં થરથર કાપી રહી છે. અને ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ભાંગીને ભુકકો થઈ ગઈ છે. ત્યારે ભાજપા મહિલા સુરક્ષાના બણગા ફુંકે છે હકીકતમાં ભાજપા સરકાર ગુજરાતમાં સરેઆમ નીષ્ફળ થઈ છે.