માણાવદરમાં જિનિંગ મિલમાં તસ્કરો ખાબકયા: રૂા.2.27 લાખની ચોરી

 વંથલીના નાના કાજલિયાળામાં તસ્કરો ઘઉં, પાવડો લઇ ગયા
જુનાગઢ તા,16
કોઇ તસ્કર ગેંગે માણાવદરને ટાર્ગેટ બનાવ્યો હોય તેમ એક પછી એક ચોરીના બનાવોબ ની રહ્યા છે. ત્યારે એક જીનીંગ ફેકટરીમાં તસ્કરોએ ત્રાટકી રૂા.2,27000 ની ચોરી કરી પોલીસને પડકાર ફેંકી આબાલ લઇ જવા પામ્યા છે.
માણાવદરના મીતીડી રોડ ઉપર આવેલ કુલદીપ જીનીંગ એન્ડ પ્રોસીંગ ફેકટરીમાં તસ્કરોએ ઓફીસના બારણાના નકુચા તોડી અંદર આવેલ કબાટના દરવાજા તથા લોક તોડી કબાટમાં રાખેલ રોજમેળના રૂા.2,27000 રોકડ ચોરી કરી લઇ ગયાની જીતેન્દ્રભાઇ ભગવાનજીભાઇ સવસાણીએ માણાવદર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
માર માર્યો
માણાવદરમાં છોકરાઓ નાગોલ રમતા હોય જેનો દડો ડેલીમાં અડી જતા આ કામના આરોપી ધર્મેશ ઉર્ફે ધમો સોલંકી સહિત 3 શખ્સોએ રાકેશભાઇ રતીભાઇ ઓઝાને તથા તેમને છોડાવવા આવેલ કુટુંબીજનોને લાકડીઓ વડે માર માર્યાનો બનાવ બન્યો હતો.
ચોરી
નાના કાજલીયાળા ગામે રહેતા મોહનભાઇ અરજણભાઇ ટાંકની બોડકા ગામના રસ્તે આવેલી વાડીએ કોઇ તસ્કરો પહોંચી જઇ ઓરડીમાં રાખેલ ત્રણ ઠેલી ઘઉ, કોદારી, પાવડો, ડીશમીશ અને લોખંડના ત્રણ ત્રણ ફુટના બે ટુકડા લઇ જઇ આસપાસની ત્રણ વાડીઓમાં પણ પડેલી નજીવી ચીજ વસ્તુઓની ચોરી કરી લઇ ગયા હતા જો કે કહેવાતી નાની ચોરી પરંતુ તસ્કરોના આ તરખાટથી ખેડુતોમાં ચોરીના ઉપદ્રવનો ભય પ્રસરવા પામ્યો છે.