ખંભાળિયા નજીક પવનચક્કી કંપનીમાં બઘડાટી: તોડફોડ

ખંભાળીયા,તા.16
ખંભાળિયાથી આશરે 27 કિ.મી. દૂર આવેલા આંબરડી ગામની સીમ વિસ્તારમાં સરકારી ખરાબાની સર્વેનં. 93 પૈકી 2ની જમીનમાં આવેલી સુઝલોન પવનચક્કી કંપનીના વિસ્તારામાં પ્રવેશી આંબરડી ગામના ભોલા દેરાજ માતંગ અને રાજુભોલા માતંગ તથા ભરત ભોલા માતંગ નામના ત્રણ શખ્સોએ પવનચક્કીઓની ઇલેક્ટ્રીક લાઇન પર લગાવવામાં આવેલો ઓ.એસફ.સી. કેબલ કાપી નાખ્યો હતોે. આ સ્થળે રીપેરીંગ કામ કરવા આવેલા કિરણભાઇ રાણાભાઇ નંદાણીયા (રહે. જામનગર) તથા અન્ય કર્મચારીઓને આરોપી પિતા-પુત્રોએ બિભત્ી ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું બહાર આવેલ છે. આરોપી શખ્સોએ ઓ.એફ.સી.કેબલ કાપી નાખીને કંપનીને રૂા. ચાલીશ હજારનું નુકશાન કરતાં આ સમગ્ર બનાવ અંગે પોલીસે કિરણભાઇની ફરીયાદ પરથી આઇ.પી.સી.કલમ 427,506(2), 114 મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.