ધર્મેન્દ્રને રાજકપૂર લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ


મુંબઇ: વિતેલા જમાનાના મશહૂર અભિનેતા ધર્મેન્દ્ર અને ફિલ્મકાર રાજકુમાર હીરાનીને સિનેમા જગતમાં મહત્વપૂર્ણ યોગદાન માટે ક્રમશ: પ્રતિષ્ઠીત રાજ કપૂર લાઈફટાઈમ અચીવમેન્ટ અને રાજ કપૂર સ્પેશીયલ ક્ધટ્રીબ્યુશન પુરસ્કારથી સન્માનિત કરાશે. મહારાષ્ટ્રના સંસ્કૃતિ મંત્રી વિનોદ તાવડે રવિવારે આ ઘોષણા કરી હતી. મશહુર મરાઠી કલાકાર વિજય ચૌહાણને વી શાંતારામ લાઈફ ટાઈમ અચીવમેન્ટ અને નિર્દશક અને અદાકાર મૃણાલ કુલકરણીને વી શાંતારામ સ્પેશીયલ ક્ધટ્રીબ્યુશનપુરસ્કાર એનાયત કરવામાં આવશે. બન્ને લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કારને વિજેતાઓને 5 લાખ અને ક્ધટ્રીબ્યુશન પુરસ્કાર વિજેતાઓને 3 લાખ આપવામાં આવશે.રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા આ પુરષ્કાર 55માં મહારાષ્ટ્ર સ્ટેટ મરાઠી ફિલ્મ ઉત્સવ દરમિયાન આપવામાં આવશે.