વીર વીરાની અનોખી ક્રિકેટ ટીમ

રાજગઢ ગામમાં હરિયાળી અને લીલા વૃક્ષોથી ખુબ જ રળિયામણુ લાગતુ હતુ ઉનાળો હોવા છતા વૃક્ષોના કારણે સાંજ પડતા જ ઠંડક થઇ જતી અત્યારે શાળાઓમાં પણ વેકેશન પડી ગયું હોવાથી સાંજ પડતાં જ બાળકો પોત પોતાના મિત્રો સાથે રમવા નીકળી પડતા વીરવીરા પણ પોતાના દોસ્તો સાથે ગાર્ડનમાં ક્રિેકેટ રમતા ગાર્ડન નજીક એક ઘર હતું જેમાં વીરવીરાની ફે્રન્ડ મિત્શુ રહેતી હતી તેના ઘરે વેકેશનમાં તેનો કઝીન મોન્ટુ આવ્યો હતો જે અપંગ હતો અને એકદમ ચાલી શકતો નહોતો તે ઘરની બારીમાંથી બધાને રમતા જોતો હતો. બીજા દિવસે ધીમે ધીમે તે નીચે આવ્યો અને ગાર્ડનની બેન્ચ પર બેસી ગયો વીરવીરાએ આ જોયું તે મોન્ટુ પાસે ગયા અને રમવા માટે પુછ્યું તોતે એકદમ ખુશ થઇ ગયો અને હા પાડી વીર વીરાએ તેને પોતાની ટીમમાં રાખી લીધો બીજા દોસ્તોને થોડી નારાજગી થઇ કે જે ચાલી નથી શકતો તે ક્રિકેટ કઇ રીતે રમશે? પરંતુ બધાના આશ્ર્ચર્ય વચ્ચે તેણે ચોગ્ગા છગ્ગા ફટકારવાનું શરૂ કર્યું. અને બધા આનંદિત થઇ ગયા બીજા દિવસે જોયું તો ગાર્ડનમાં બીજો એક મંદબુદ્ધિનો બાળક ચીંકુ તેના માતાિ5તા સાથે આવેલો વીર વીરાયે તેને પણ ક્રિકેટ રમવા બોલાવ્યા આમ ચીંટુ પણ ખુશ થઇને રમવા લાગ્યો આ રીતે ક્રિકેટમેચનો દિવસ આવ્યો ત્યારે વીરવીરાની ટીમમાં આવા અપંગ અને મદંબુદ્ધિના ચાર બાળકો મોન્ટુ, ચીન્ટુ, પીન્કુ અને રીન્કુ હતા બધા ચિંતિત હતા કે આ લોકો સાથે મેચ કઇ રીતે જીતીશું? પરંતુ વીરવીરાના મનમાં સારી ભાવના હતી કે એ લોકોને શારીરિક ખામી છે તો શું એ ક્રિેકટનો આનંદ ન લઇ શકે? અને જ્યા બીજાનું સારૂ કરવાની ભાવના હોય ત્યાં ભગવાન પણ મદદ કરે છે અને બધુ જ સારૂ થાય છે.
આજે તો ફાઇનલ ક્રિકેટ મેચનો દિવસ છે અને બધાજ બાળકો જીત મેળવવાના મૂડમાં છે. ચારેય દિવ્યાંગ બાળકોમાં પણ ખુબ જ આત્મવિશ્ર્વાસદેખાતો હતો કારણકે દરેકમાં કંઇક ખુબી હતી જ ફાઇનલ મેચ શરૂ થયો વીરવીરાએ ટોસ જીતીને સામેની ટીમને બેટીંગમાં ઉતારી થોડીવાર રમત ચાલી ત્યાં આ શું. વાદળા ઘેરાયા અને ધીમો ધીમો વરસાદ વરસવાનું શરૂ થયું બાળકોને તો મજા પડી ગઇ પરંતુ રન લેવા જતા બેટીંગ કરી રહેલા બાળકો લપસીને પડી જવા લાગ્યા જે લોકો દિવ્યાંગ બાળકો પર હસતા’તા એજ લોકો કાદવમાં પડીને માટી કીચડવાળા થઇ ગયા ચીન્ટુ અને પીન્ટુ જે કેચ કરવામાં એક્સપર્ટ હતા તેથી ફટાફટ વિકેટ પડવા લાગી રનનો આંકડો 150 પર પહોંચ્યો હવે વારો હતો વીરવીરાની ટીમનો સૌ પ્રથમ તેણે દિવ્યાંગ મોન્ટુને બેટિંગમાં ઉતાર્યો જે ચોગ્ગા છગ્ગા મારવામાં એકસપર્ટ હતો, હરિફ ટીમને થયુ આ અપંગ બાળક શું રમવાનો પરંતુ તેણે તો રંગ રાખી દીધો અને દોડીને રન લેવા કરતા પીચ પર ઉભા ઉભા જ રનનો વરસાદ કરી થોડા બોલમાં હાફ સેન્ચ્યુરી મારી અને આ રીતે એક સીક્સ ફટકારવા જતા આઉટ થઇ ગયો પરંતુ બધાએ તેને ખુબ અભિનંદન આપ્યા ત્યાર બાદ રીન્કુએ પણ આટલીજ સુંદર રમત રમી દેખાડી અને ચીન્ટુ અને પીન્કુએ પણ સરસ બેટીંગ કરીને સ્કોરને આગળ ધપાવ્યો અને છેલ્લે જે થોડા રન બાકી હતા તે વીરે પૂરા કર્યા અને વીનર શોટ મારીને ટીમને જીતાડી દીધી અને ટ્રોફી હાંસિલ કરી સમગ્ર ટીમ તો ખુશ હતી જ પણ આ વિશે આ ચારેય દિવ્યાંગ દોસ્તો, મોટુ, ચીંટુ, રીંકુ અને પીંકુ વધુ ખુશ હતા કારણ કે જીતની સાથે સાથે તેમણે મેળવ્યો હતો આત્મવિશ્ર્વાસ. જ્યારે ટીમના કેપ્ટન તરીકે વીર અને વીરા ટ્રોફી લેવા ગયા ત્યારે પોતાની ખુશી વ્યકત કરતા વીરા એ બીજા મિત્રોને એક શીખ પણ આપી કે કયારેય કોઈની નબળાઈની હાંસી ન ઉડાવો. દરેક વ્યક્તિમાં કોઈક ને કોઈ આવડત હોય જ છે તેની પ્રશંસા કરો અને ખાસ કરીને તેમની નબળાઈ ના કારણે તેમને મદદ કરી સ્વર્નિભર બનાવો. આયોજકો અને ગામના સર્વેએ વીર વીરાને બિરદાવ્યા અને દિવ્ગાંગ મિત્રોએ તથા તેમના માતા પિતાએ વીર વીરાનો આભાર માન્યો. મોન્ટુ સરખુ ચાલી શકતો નહોતો છતા ધીમે ધીમે ગાર્ડનમાં ગયો વીર વીરા તેની સામુ જોઇને હસ્યા અને નજીક બોલાવ્યો ફાઇનલ મેચ શરૂ થતા વરસાદ પણ ધીમે ધીમે શરૂ થયો બાળકોને તો મોજ પડી ગઇ પણ આ શું ? રન લેવા જતા બાળકો લપસવા લાગ્યા દિવ્યાંગ બાળકોમાં કંઇક ખામી હતી પણ દરેકમાં કંઇકને કંઇક ખુબી પણ હતી બોધ: કયારેય કોઈની શારિરીક નબળાઈ પર હાંસી ઉડાવવી ન જોઈએ દરેકમાં ભગવાને કંઈકને કંઈક ખુબી મૂબ જ હોય છે. તેની અવગણના કરવી જોઈએ નહીં પરંતુ બની શકે તો તેમને મદદ કરી જીવનમાં આગળ આવે તેવા પ્રયત્નો કરવા જોઈએ.