પડોશીના ભસતા કૂતરાને શખ્સે મારીને રાંધી નાખ્યો


સીઓલ, તા.14
સાઉથ કોરિયામાં એક પરિવારે પડોશીના ભસતા કૂતરાને મારીને રાંધી નાખ્યો. આ બાદ પરિવારે કૂતરાના માલિકને પોતાના ઘરે ડીનર કરવા માટે આમંત્રણ આપી દીધું. સમગ્ર મામલાની વિરુદ્ધમાં ઓનલાઈન લોકો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે.
62 વર્ષના એક વ્યક્તિએ પોતાનો આ ગુનો કબૂલ કરી લીધો છે. જ્યારે અન્ય એક પડોશીએ કૂતરાના માલિકને સમગ્ર ઘટનાની જાણકારી આપી. પોલીસના કહેવા મુજબ, પડોશીનો કૂતરો વારંવાર ભસતો હોવાના કારણે આ વૃદ્ધ વ્યક્તિ પરેશાન હતો. આ બાદ તેણે વર્ષના વેલ્સ કોર્ગી પર પથ્થર ફેંક્યો. કૂતરો બેભાન થઈ ગયો અને થોડી વાર પછી મૃત્યું પામ્યો. કૂતરાના મૃત્યુ બાદ આ વ્યક્તિએ તેને રાંધી નાખ્યો.
આ સમગ્ર ઘટના બાદ વૃદ્ધે તેના પડોશી પરિવારને ડિનર શેર કરવા માટે બોલવ્યો. તેમાં કૂતરાનો માલિક પણ શામેલ હતો. સાઉથ કોરિયામાં કૂતરાનું મીટ ખાવાની પરંપરા ખૂબ જૂની છે. પરંતુ થોડા સમયથી કૂતરાનો ઉપયોગ પાલતૂ પ્રાણી તરીકે વધતા તેમને ખાવાનું થોડું ઓછું થયું છે.
સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પરિવારની છોકરીએ ઘટનાને ઓનલાઈન પોસ્ટ કરી અને વૃદ્ધને સજા થાય તે માટે પીટિશન દાખલ કરી. અત્યાર સુધીમાં તેની ઓનલાઈન પીટિશનમાં 15,000થી વધારે સિગ્નેચર થઈ ચૂકી છે. કૂતરાના ગુમ થતા પરિવારે દરેક સ્થળે તેના ફોટોવાળા પેમ્ફલેટ્સ વેંચ્યા. કૂતરાને શોધી આપનારને ઈનામ આપવાની જાહેરાત પણ કરી.
ગુમ કૂતરાને શોધતા શોધતા છોકરી વૃદ્ધના ઘરે પહોંચી, પણ વૃદ્ધે સહાનુભૂતિ દર્શાવતા તેને મદદ કરવાની ખાતરી આપી. બીજા દિવસે
તેણે પોતાના ઘરે કૂતરાના મીટની પાર્ટી રાખી. અને પડોશીઓને તેમાં
બોલાવ્યા. સાઉથ કોરિયામાં દરવર્ષે લગભગ 1 મિલિયન કૂતરાનું મીટ હજું પણ ખવાય છે.