થર્ડ વર્લ્ડ વોર? ટ્રમ્પના રાષ્ટ્રજોગ નિવેદનથી દહેશત

વોશિંગ્ટન તા.14
સીરીયામાં કેટલાક દિવસ પહેલા થયેલા રાસાયણીક હુમલામાં 77 થી વધુ લોકો માર્યા જતા આ મામલે અમેરીકા અને રશિયા વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને સોશિયલ મિડીયામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રજોગું નિવેદન કરી અમેરિકા અને મિત્ર રાષ્ટ્ર દ્વારા ઓપરેશન જારી છે અને વધુ હુમલાની ચેતવણી આપતા થર્ડ વર્લ્ડ વોરનો ભય જાગ્યો છે તો સામે પક્ષે રશિયાના રાષ્ટ્રપતિ પ્રતિને પણ સોશિયલ મિડીયામાં જણાવ્યુ હતું કે, રશિયા આ અપમાન સહન નહી કરે.
સીરીયામાં વિદ્રોહીને કચડવા અસદ સરકાર રશિયાના સાથની ઓપરેશન હાથ ધરી રહ્યા છે જેમાં કેટલાક દિવસ પહેલા સીરીયામાં રાસાયણીક હુમલામાં 77 થી વધુ લોકોના મોત નિપજયાના અહેવાલથી ખળભળાટ મચ્યો હતો.
અસદ સરકારના આ પગલાથી અમેરિકા અને ફ્રાંસ તેમજ યુકેએ જવાબી કાર્યવાહીના ભાગ રૂપે આજથી સીરીયામાં રાસાયણીક ભંડોરોને નિશાન બનાવીને મિસાઈલમારો શરૂ કરી દીધો છે.
તો સામે પક્ષે સીરીયાની અસર સરકારે પણ અમેરીકાને જવાબ આપવા માટે એન્ટી ગાઈડઝ મિસાઈલને લોન્ચ કરી છે. સીરીયાને રશિયાનો પૂરેપૂરો ટેકો છે. આ સંજોગોમાં આજે ટ્રમ્પે સોશિયલ મિડીયામાં પ્રજાજોગ નિવેદન કરતા કહ્યું હતું કે સીરીયામાં અમેરીકા અને મિત્ર રાષ્ટ્રો દ્વારા ઓપરેશન જારી રહેશે. ડોનાલ્ડ ડ્રમ્પના રાષ્ટ્રજોગ નિવેદનથી થર્ડ વર્લ્ડ વચ્ચેનો ભય ઉભો થયો છે કારણ કે રશિયાના રાષ્ટ્રપતિ પ્રતિને પણ ટ્રમ્પ સામે પલાવાર કરી જણાવ્યુ હતું કે રશિયા અપમાન સહન કહી કરે.
ટ્રમ્પ-પ્રતિનના આ સોશિયલ મિડીયામાં નિવેદન વોરથી વર્લ્ડ વોરનો ખતરો સર્જાયો છે.