પાકિસ્તાનના કાશ્મીર રાગને જાપાને સાંભળ્યો જ નહીં!

આંતરરાષ્ટ્રીય મંચ પર પાક.ને વધુ એક લપડાક
ટોકીયો તા.14
આંતરરાષ્ટ્રીય મંચો પર કાશ્મીરનો રાગ તાણનાર પાકિસ્તાનને એક વખત ફરી લપડાક પડી છે. ઘટના એવી છે કે, પાકિસ્તાનમાં જાપાનના રાજદૂત તકાશી કુરાઇ સાથેની બેઠકમાં પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નાસિર ખાન જંજુઆએ કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ રાજદૂતે તે મુદ્દાને ધ્યાનમાં ના રાખતા અફઘાનિસ્તાનની સ્થિતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. જંજુઆએ જાપાની રાજદૂતથી જણાવ્યું કે કાશ્મીરની સ્થિતિથી ધ્યાન ભટકાવવા માટે ભારતીય સેના એલઓસી પર ફાયરિંગ કરે છે. જોકે, આ મુદ્દાને પણ રાજદૂતે ગણકાર્યા વગર ઉત્તર કોરિયા-અમેરિકાના સંબંધો પર ચર્ચા કરી અને અફઘાનિસ્તાનની સ્થિતિ પર પણ જવાબની માંગણી કરી હતી.
પોતાના જવાબમાં જંજુઆએ જણાવ્યું કે પ્રધાનમંત્રી શાહિદ ખાકાન અબ્બાસીએ તાજેતરમાં જ અફઘાનિસ્તાનની યાત્રા કરી છે અને શાંતિ વાર્તાની પહેલ કરવા માટે અફઘાની રાષ્ટ્રપતિ અશરફ ઘનીના વખાણ કર્યા છે.