કોમેડી સ્ટાર રાજપાલ યાદવ જશે જેલમાં

મુંબઇ તા.14
દિલ્હીની કોર્ટે બોલિવુડના કોમેડિયન અભિનેતા રાજપાલ યાદવ અને તેમની પત્ની અને કંપનીને 5 કરોડ રૂપિયાની છેતરપિંડી કેસમાં શુક્રવારે દોષી જાહેર કર્યા હતા.
કોર્ટે આ ફેંસલો 2010મા 5 કરોડ રૂપિયાની રકમ લઈને તેની ચૂકવણી ન કરવા બદલ સંભળાવ્યો હતો. વાત એવી છે કે, રાજપાલ યાદવે પઅતા પતા લાપતાથ નામની એક ફિલ્મ બનાવી હતી.
ફિલ્મ માટે તેણે દિલ્હી સ્થિત એક બિઝનેસમેન પાસે 5 કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. 2 નવેમ્બર, 2012ના રોજ ફિલ્મ રીલિઝ થઈ હતી, પરંતુ ત્યાર બાદ રાજપાલ યાદવે ઉધાર લીધેલા પૈસા ચૂકવ્યા નહોતા.
ત્યાર બાદ તેમને કોર્ટમાં રજૂ થવા માટે કેટલાય સમન મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ એકપણ વાર કોર્ટમાં હાજર નહોતા થયા.
આ સિવાય તેમના વકીલે પણ કોર્ટમાં ખોટી એફિડિવેટ રજૂ કરી હતી. આ કારણે કોર્ટ પણ રાજપાલથી વધુ નારાજ હતી. ઉલ્લેખનીય છે કે, દિલ્હી હાઇકોર્ટે આ કેસમાં યાદવને વર્ષ 2013મા 10 દિવસની પોલીસ કસ્ટડીમાં પણ મોકલ્યો હતો. જાણકારી મુજબ આ કેસમાં હવે 23 એપ્રિલના રોજ સજાની જાહેરાત થઈ શકે છે.